ગાંધીનગરની આ હોટલમાં રચાયું હતું પેપર લીક કૌભાંડનું આખું ષડયંત્ર
ગાંધીનગરના ચિલોડામાં અંજલિ ઈન હોટલ આવેલી છે. આ હોટલમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર કૌભાંડનું ષડયંત્ર ઘડાયું હતું. આ હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં 50 જેટલા લોકો સામેલ હતા.
ગાંધીનગર/ગુજરાત : પેપરલીક મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જે મુજબ, ચિલોડા સ્થિત એક હોટલમાં મિટિંગ થઇ હતી. ચિલોડામાં અંજલિ ઇન હોટેલમાં સમગ્ર કૌભાંડને કેવી રીતે પાર પાડવું તે આંગે મિટીંગ કરવામાં આવી હતી. પરીક્ષા સમયે પેપર લકી થયાની જાણ થતા જ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી, જેને કારણે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જ્યારે કે, આ સમગ્ર કૌભાંડ જે સ્થળ પર રચાયું હતું, તે વિવાદાસ્પદ હોટલનું નામ સામે આવી ગયું છે. ગાંધીનગરના ચિલોડામાં અંજલિ ઈન હોટલ આવેલી છે.
આ હોટલમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર કૌભાંડનું ષડયંત્ર ઘડાયું હતું. આ હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં 50 જેટલા લોકો સામેલ હતા. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ પહેલા પણ આ હોટલ વિવાદમાં આવી ચૂકી છે. અને હવે ફરીથી મોટા કૌભાંડમાં આ હોટલનું નામ સામે આવ્યું છે. ત્યારે એજન્સી આ અંગે વધુ તપાસ કરી રહી છે. વિવાદમાં જે હોટલ અંજલિ ઈનનું નામ સામે આવ્યું છે તેના માલિક શંકર રાણા છે. જેઓ મધુર ડેરીના ચેરમેનના ભાઈ છે. તો બીજી તરફ, પોલીસને કેટલીક ઓડિયો ક્લિપ હાથ લાગી છે. જેમાં નાણા ચૂકવણી અને સોદાબાજીના પુરાવા મળ્યા છે. તેથી હવે વધુ લોકો આ કેસમાં પકડાય તેવી શક્યતા છે.
10 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત લોકરક્ષક દળના પરીક્ષાના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીઓને સોમવારે જજના બંગલે રજૂ કરી તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે તમામ આરોપીઓની 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા ઓર્ડર કરાયો છે.
- લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીકમાં ચારેય આરોપીઓને મેડિકલ તપાસ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં મેડિકલ તપાસ બાદ તમામ આરોપીઓને ગાંધીનગરની બહાર લઈ જવામાં આવે તેવી સંભાવના છે. ઉપરાંત મેડિકલ તપાસ બાદ પણ આરોપીઓના નિવેદન લેવામાં આવશે. તેના આધારે પોલીસ વધુ કડી મેળવવા માટે તેમને બહાર લઈ જાય તેવી શક્યતા છે.
- હવે આરોપીઓના મોબાઇલ ડિટેલ કાઢવામાં આવશે... આરોપીઓના મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવશે. આરોપી મુકેશ ચૌધરીએ કોની સાથે વાતચીત કરી હતી. તે અંગે તપાસ કરવામાં આવશે. મુકેશ ચૌધરીના મોબાઈલમાંથી લાભાર્થી ઉમેદવારોની યાદી હોવાની શક્યતા છે. મુકેશ ચૌધરી બનાસકાંઠાના 10 જેટલા ઉમેદવારોને પેપર આપવાનો હોવાની આશંકા છે.
પેપર લીક કૌભાંડની તમામ વિગતો જાણો એક ક્લિક પર