ગાંધીનગર: પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે ZEE 24 કલાકની ખબર પર મહોર લગાવતા કહ્યું કે હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે. હવે પરીક્ષા ફરીથી લેવાશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરવું જરૂરી હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથેતેમણે કહ્યું કે પેપર લીકમાં સંડોવાયેલા તમામ 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તથા આ કેસમાં જોડાયેલા હજુ કેટલાક લોકોની ધરપકડ કરાશે. આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા કબજે કરાયા છે. 88 હજાર પરિવારને ન્યાય મળશે. આરોપીઓ સામે કડક પગલાં લેવાશે. પરીક્ષા હવે રદ કરાતા આ પરીક્ષા માર્ચ મહિનામાં ફરીથી લેવાશે. 


પેપર ફોડનાર આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એક જ મહિનામાં કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે તેવું પણ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, જે પ્રકારે પેપર હજારો વિદ્યાર્થીઓના ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલાં હતા એ બાબતને ગંભીરતા પૂર્વક વિચારીને સરકારે આ પરીક્ષા રદ કરીને ફરી પેપર લેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, પેપર લીક કરનાર આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. 


માર્ચ સુધીમાં તમામ આરોપીઓને કડક સજા કરાશે. અત્યાર સુધીમાં આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. હજુ પણ આ કેસની તપાસ ચાલી રહી છે. જે 70 વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યા તેને કડક સજા થશે.
હવે એવી વ્યવસ્થા થશે કે ગેરરીતિ જ ન થઈ શકે.


 


વધુ વિગતો માટે જુઓ Video