Astronomical Events 2021: આજે સૂર્યાસ્ત બાદ આકાશમાં દેખાશે અદ્દભૂત નજારો, એક લાઈનમાં હશે ઢગલાબંધ ગ્રહો
સૂર્યાસ્ત પછી શુક્ર, શનિ અને ગુરુ, આ ત્રણ ગ્રહો અને ચંદ્ર આસપાસ દેખાતા 10 વર્ષ પછી આ ગ્રહો સાથે જોવા મળશે. 12 ડિસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: આજે (રવિવારે) રાત્રે ખગોળ પ્રેમીઓ તેમજ અન્ય લોકો માટે આકાશમાં એક સુંદર નજારો જોવા મળશે. સૂર્યાસ્ત પછી શુક્ર, શનિ અને ગુરુ, આ ત્રણ ગ્રહો અને ચંદ્ર આસપાસ દેખાતા 10 વર્ષ પછી આ ગ્રહો સાથે જોવા મળશે. 12 ડિસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે. રવિવારે સાંજે સૂર્યાસ્ત સમયથી જ આકાશમાં પશ્ચિમ દિશામાં શુક્ર, શનિ અને ગુરુ, ચંદ્ર સાથે મેળાવડો કરવા ભેગા થયા હોય તેમ એક સાથે દેખાશે. આ સુંદર નજારો દરેક દેશમાંથી જોવા મળશે જેના કારણે આખા વિશ્વના ખગોળ પ્રેમીઓ તેમજ સ્કાય વોચર્સ ને આ નયનરમ્ય દ્રશ્ય જોવાની મોકો મળશે. નૈઋત્ય દિશામાં પાંચ ગ્રહો અને બે મોટા એસ્ટોરોઈડ નિહાળવા મળશે.
સૂર્યાસ્ત પછી આકાશમાં પશ્ચિમી દિશામાં શુક્ર, શનિ અને ગુરુ એક જ સમાંતર લીટીમાં જોવા મળશે. સૌથી નીચે સૌથી વધુ પ્રકાશ આપનાર શુક્ર જેને અંગ્રેજીમાં વિનસ કહે છે, તેના ઉપર શનિ એટલે કે સેટર્ન અને તેના ઉપર ગુરુ એટલે કે જ્યુપિટર દેખાશે. આ ત્રણેય ગ્રહો સમાંતર લીટીમાં દેખાશે અને તેમની થોડી ઉપર ચંદ્ર પણ દેખાશે. આ નજારો નરી આંખે કોઈ સાધન વગર જોઈ શકાશે જેથી ખગોળ પ્રેમીઓ અને સ્કાય વોચર્સ સિવાય અન્ય લોકો પણ આ નજારો માણવાની તક ઉપાડી શકશે.
આતે કેવી મજબૂરી કે 9 વર્ષની બાળકીએ ઉગતી ઉંમરે જીવન લીલા સંકેલી, હત્યા કે આત્મહત્યાને લઈ રહસ્ય ઘૂંટાયું
આ સિવાય યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો પણ આ જમાવડામાં શામેલ હશે પણ પૃથ્વીથી તેમનો અંતર ઘણો વધારે હોતાં નરી આંખે જોઈ શકાશે નહીં. તેમને જોવા ટેલિસ્કોપની અનિવાર્ય રહેશે. એટલે બુધ અને મંગળ સિવાયના સર્વે ગ્રહો આકાશમાં જોઈ શકાશે. આ ગ્રહો સૂર્યાસ્ત સમયથી જ જોઈ શકાશે અને 8.30 વાગ્યાથી અસ્ત થવાનું શરૂ થશે જ્યારે બાદ 1 વાગ્યે ચંદ્રના આથમવા સુધી આ સુંદર નજારો જીવંત રહેશે.
કચ્છના જાણીતા ખગોળવિદ અને સ્ટારગેઝિંગ ઇન્ડિયાના સંસ્થાપક નરેન્દ્ર ગોરે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ નજારો આશરે દસ વર્ષ પછી જોવા મળશે. "આટલા વર્ષો બાદ આ સુંદર નજારો ખગોળ પ્રેમીઓ સાથે સામાન્ય લોકોએ પણ કોઈ જાતની અંધશ્રદ્ધા વગર માણવું જોઈએ," નરેન્દ્રભાઈએ કહ્યું હતું.
ગુજરાતમાં કોરોના કરતા ખતરનાક સાબિત થઈ રહ્યો છે આ રોગ, આ વર્ષે 10 હજાર કેસ નોંધાયા
ચાર-પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે
રાજ્યના ચાર પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે. અમદાવાદના નાગરિકો જનસમાજ સૂર્યાસ્તથી શરૂ થઈને રાત્રિના અસ્ત શુક્ર ગ્રહ 8.27 મિનિટ, ગુરુ ગ્રહ 10.51 મિનિટ, શનિ ગ્રહ 9.34 મિનિટ, ચંદ્ર રાત્રિના 1.12 મિનિટ, યુરેનસ 9.50 મિનિટે અસ્ત, પ્લેટો 8.27 મિનિટ, નેપચ્યૂન 6.40 ઉદય થઈને 12.38 મિનિટે અસ્ત, મંગળ સાંજે 4.30 મિનિટે અસ્ત થઈ જશે. તેથી જોવા નહીં મળે. બુધ સાંજે 6 કલાક 22 મિનિટ સુધી જોઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube