અમદાવાદ :નવરાત્રિનું બીજુ નોરતુ આવી ગયું છે. બે વર્ષ બાદ ગરબા કરવા મળી રહ્યાં છે ત્યારે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. આવામાં નવરાત્રિમાં પ્રેમી પંખીડાઓ એક્ટિવ થઈ જાય છે. લોકોને ફરવા માટે મોકળું મેદાન મળી જાય છે. છોકરા છોકરીઓ ગરબાના બહાને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળી જાય છે, તો પતિ પત્નીને છોડીને ગર્લફ્રેન્ડ સાથે ગરબા કરે છે. આવા કિસ્સા પણ અનેક જોવા મળે છે. ત્યારે આ નવરાત્રિએ ડિટેક્ટીવની ડિમાન્ડ વધી ગઈ છે. આ નવરાત્રિએ જાસૂસી કરાવવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. પોતાના પ્રિયજનની પળેપળની માહિતી મેળવવા માટે હવે જાસૂસ હાયર કરીને તેને મોં માંગ્યા રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાસૂસી કરવા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે
જાસૂસી કરાવવા પાછળ આજકાલ લોકો હજારો રૂપિયા ખર્ચી નાંખે છે. હાલ 12 હજારથી લઈને 25 હજારમાં જાસૂસી કામ થાય છે. પોતાનો લાઈફ પાર્ટનર ક્યાં ફરે છે, તે જાણવામાં લોકોને વધુ રસ છે. તેમાં પણ જો પતિ કે પત્ની ગરબાના બહાને ક્યાંક બીજે તો નથી જતી ને તે જાણવામાં પાર્ટનરને વધુ રસ હોય છે. તો બીજી તરફ, માતાપિતાને પણ સંતાનોની ચિંતા થતી હોય છે, તેથી માતાપિતા પણ સંતાનોની જાસૂસી કરાવે છે. ખાસ કરીને યુવા દીકરી ખરાબ સંગતમાં ન જતી રહે તેના માટે માતાપિતા જાસૂસી કરાવે છે.


આ પણ વાંચો : ડભોઈનો જોષી પરિવાર 6 દિવસથી ગુમ, ચાર સભ્યોમાંથી કોઈનો અત્તોપત્તો નથી 


જાસૂસી સંસ્થા કઈ રીતે કરે છે કામ
નવરાત્રિમાં જાસૂસી કરતા લોકોની ખાસ મોડસ ઓપરેન્ડી હોય છે. તેઓને ક્લાયન્ટ તરફથી જેની જાસૂસી કરવાની છે તેની ડિટેઈલ આપવામાં આવી હોય છે. જે મુજબ, તેઓ વોચ રાખે છે. એટલું જ નહિ, તેમને ગ્રાહકો તરફથી સૂચના હોય છે કે જો ગરબા રમવા જતી વ્યક્તિ ખોટું કરે તે તેને ગમે તે પ્રકારે અટકાવવા. આ માટે જાસૂસોની મોડસ ઓપરેન્ડી હોય છે. તેઓ અલગ અલગ નાટકો કરીને લોકોને ખોટું કામ કરતા અટકાવે છે. 


આ પણ વાંચો : અમદાવાદથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, ભારતના સીમકાર્ડ પાકિસ્તાન પહોંચાડતો


એપથી પણ જાસૂસી કરાવો
માર્કેટમાં અનેક એવા એપ હોય છે, જેના દ્વારા માતાપિતા કે પાર્ટનર જાસૂસી કરાવી શકે છે. જેમાં લોકેશન પણ ટ્રેક કરીને સંતાનો પર નજર રાખી શકાય છે. પાર્ટનર જ્યાં જશે તેની માહિતી બીજા પાર્ટનરની લોકેશનથી મેળવી શકાશે તે ક્યાં છે.