શૈલેષ ચૌહાણ, સાબરકાંઠાઃ બે દિવસ અગાઉ સાબરકાંઠાથી એક ઘટના સામે આવી જેમાં પૈસાની લેતી દેતીના મામલે બાળકીનું અપહરણ કરી વેંચી દેવાનું કૌભાંડ સામે આવ્યું જે મામલે હવે નવો જ વળાંક સામે આવ્યો છે. જેમાં બાળકીને ખુદ તેના માતાપિતાએ જ ચાર લાખમાં વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે કેમ સગા મા બાપ દ્વારા પોતાની જ દિકરીનો કરવામાં આવ્યો સોદો જોઈએ આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે જેમાં ખુદ બાળકીના પિતા અને પિતરાઈ ભાઈએ જ બાળકીને રાજસ્થાન ખાતેના અલવરમાં ચાર લાખ રૂપિયા જેટલી રકમમાં વેચી કાઢી. સમગ્ર મામલે પહેલાતો પરિવારે સમગ્ર મામલો ઉજાગર થતા 60 હજાર રૂપિયાના લેતીદેતી મામલે મોડાસાના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ સમગ્ર ફરિયાદમાં એક નવો વળાંક ત્યારે સામે આવ્યો જેમાં બાળકીના પિતરાઈ ભાઈને એક લાખ સાઈઠ હજાર રૂપિયા જેટલું દેવું થતા બાળકીના પિતા અને તેના પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓએ ઈરાદાપૂર્વકનું આયોજન કર્યું..અને બાળકીને વેંચી મારવાનો કારસો રચ્યો..


આ પણ વાંચોઃ અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું


ઉલ્લેખનીય છે કે વેચાણ લેનારનો આશય હતો બાળકીને ખરીદીને પોતાના ઘરમાં રાખી 18 વર્ષની થાય ત્યારે તેના દિકરા સાથે લગ્ન કરાવવાનો. જો કે આખીયે ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બાળકી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલના શિક્ષક દ્વારા બાળકી પાંચ મહિનાથી સ્કૂલમાં ન આવતી હોવાના કારણે પૂછપરછ કરી. ત્યારે માતા ડરી ગઈ અને તેણે આ મામલે કોર્ટમાં અરજી કરી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી જો કે પોલીસ દ્વારા આ અંગે પરિવારનો વારંવાર સંપર્ક કર્યા છતાં પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવા તૈયાર ન્હોતો થઈ રહ્યો. જેને પગલે પોલીસ ખુદ ફરિયાદી બની અને આ મામલે તપાસ શરુ કરી.. ત્યારે તપાસમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું કેમકે બાળકીનું અપહરણ નહીં પરંતું તેને સગા બાપ દ્વારા જ વેંચી મારવામાં આવી હતી. હાલ આ મામલે વધું બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં બાળકીનો બાપ અને તેનો પિતરાઈ ભાઈ સામેલ છે..


આખીયે ઘટના શું હતી તેની વાત કરીએ તો હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના ઈસમો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી જ્યારબાદ બે શખ્સો સહિત એક મહિલા સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી...જેમાં 60 લાખ રુપિયા લેવાના બદલામાં બાળકીનું અપહરણ કરી તેને 4 લાખમાં વેંચી દીધી હોવાન આરોપ લગાવવામાં આવ્યો હતો.. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા બાળકીને બાપ દ્વારા જ વેંચી કાઢવાનું સામે આવતા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે કે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.