હિમાંશુ ભટ્ટ, મોરબી: વર્તમાન સમયમાં કોરોના (Coronavirus) એ ઘણા લોકોના ઘરના બજેટને વેરવિખેર કરી નાખ્યા છે. ત્યારે ખાનગી કંપનીમાં નોકરી કરનારા કે પછી સરકારીમાં નોકરી (Goverment Job) કરનાર પરિવારો પણ તેના સંતાનોના શિક્ષણ પાછળ થતા ખર્ચને ઘટાડવા માટેની વ્યવસ્થા કરી છે. જેથી કરીને મોરબી જીલ્લામાં ઘણા વાલીઓ દ્વારા ચાલુ વર્ષથી જ શિક્ષણ પાછળ વર્ષ દરમ્યાન જે ખર્ચ થાય છે. તેને બચાવવા માટે તેના સંતાનોને ખાનગી શાળાઓ (Private School) માંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં એડમીશન અપાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા વર્ષોથી જોતાં આવીએ છીએ કે મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળા (Government School) માં અભ્યાસ કરવાના બદલે ખાનગી શાળાઓ (Private School) માં મોકલે છે કેમ કે, લોકોની આર્થિક સમૃદ્ધિ છેલ્લા વર્ષોમાં વધી છે. જો કે, શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ બની રહ્યું છે જેથી દરકે વાલીઓને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ભરવી પરવડે તેમ હોતું નથી. 


તેવામાં કોરોનાના લીધે છેલ્લા સવા વર્ષ કરતાં વધુ સમયથી કામ કાજ ઠપ્પ જેવુ છે. જેથી કરીને મોરબી જીલ્લામાં ઘણા વાલીઓના આર્થિક બજેટ બગડી ગયા છે. માટે તેના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને સરકારી શાળામાં બેસાડે છે. 

Amul Milk Price Hike : આવતીકાલે સવારે તમારે દૂધની થેલીના ચૂકવવા પડશે આટલા રૂપિયા, થયો ભાવ વધારો


જો ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ શૈક્ષણિક વર્ષથી મોરબી જીલ્લામાં આવતા પાંચેય તાલુકામાંથી જુદીજુદી ખાનગી શાળાઓમાંથી ૧૪૫૨ થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા (Private School) ને છોડીને સરકારી શાળામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ખાનગી શાળાઓને છોડીને ઘણા વિદ્યાર્થીઓને તેના વાલીઓએ સરકારી શાળા (Government School) માં એડમીશન અપાવે તેવી શક્યતા છે.


આ વખતે સરકારી શાળા (Government School) ના શિક્ષકો દ્વારા પોતાના સંતાનોને ખાનગી શાળામાથી ઉઠાવી લઈને સરકારી શાળામાં અભ્યાસ માટે એડમિશન અપાવી રહયા છે. મોરબીમાં રહેતા દિલીપભાઈ પરમાર જેઓ જુના લીલાપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને પોતાની પુત્રી હેન્સીને ધો.૫ માં, એમના ભાઈની પુત્રી હારા નીતિનભાઈને ધો.૭ માં, યોગેશભાઈ ડાભી કે જેઓ જવાહર ભડિયાદ પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 


તેમની પુત્રી વિશ્વાને ધો. ૫ મા તેમજ નાની પુત્રી ધ્વનિને ધો. ૧ માં  માધાપરવળી કન્યા શાળામાં કુમ કુમ તિલક કરી પ્રવેશ આપવેલ છે. આ ચારેય બાળાઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પ્રવેશ અપાવ્યો છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં જ પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલ કરી છે.


પહેલાના સમયમાં સરકારી શાળાઓ (Government School) માં ખાનગી શાળા (Private School) જેવી ભૌતિક સુવિધાઓ ન હતી. જો કે, સરકારે છેલ્લા વર્ષોમાં કમ્યુટર વડે શિક્ષણ, કસોટી તેમજ ટ્રાન્સપોર્ટશન સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપી છે. જેથી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી ઉઠાવીને વાલીઓ સરકારી શાળાઓમાં મુકવા લાગ્યા છે તે હક્કિત છે. 


હાલમાં જીલ્લાની ઘણી ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લઇ રહ્યા છે. ચાલુ વર્ષે પ્રાથમિકમાં ૧૪૫૨ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળા (Government School) માં પ્રવેશ લીધો છે. જો કે તેમાં સૌથી મહત્વની બાબતએ છે કે, સરકારી શાળા (Government School) ની અંદર ફરજ બજાવતા શિક્ષકો સહિતના શિક્ષિત લોકો હવે ખાનગી શાળાનો મોહ છોડીને તેને સંતાનોને સારા શિક્ષણ માટે સરકારી શાળા (Government School) માં મૂકવા લગતા છે.

Bhavnagar: 13 વર્ષીય તરૂણનો પગ લપસતાં તળાવમાં ડૂબ્યો, પરિવારે ઘરનો 'ચિરાગ' ગુમાવ્યો


મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૫૯૬ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં એકથી આઠ ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. જો કે, આ વર્ષથી ધોરણ ૨ થી ૮ માં કુલ મળીને ૧૪૫૨ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમીશન લીધા છે. 


આ ચમત્કાર થવા પાછળનું મુખ્ય કારણે એ છે કે, સરકારી શાળાઓમાં સુવિધા નથી હોતી, શિક્ષકો નથી હોતા વગેરે-વગેરે જે માન્યતાઓ વાલીઓ સહિતના લોકોના મનમાં ઘર કરી ગઈ હતી તેને દુર કરવા માટે સરકાર તરફથી પૂરી સગવડો આપવામાં આવી રહી છે. સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સંપાદનન કરવામાં સરકારી શાળાના આચાર્યો અને શિક્ષકો સફળ રહ્યા છે.

Saurashtra પંથકમાં સિંહોનો લાઇવ શિકાર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ


વર્ષો પહેલા કેટલીક સરકારી શાળાઓ (Government School) વિધાર્થીઓને ઝાંખી રહી હતી. જો કે શિક્ષણ મોંઘુ થઇ રહ્યું હોવાથી વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં મુકવા લાગ્યા છે. જેથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. 


પરંતુ વધતી જતી મોંઘવારી અને સરકારી શાળાઓ (Government School) માં વધતી સુવિધાઓના લીધે ફરી પછી સરકારી શાળાઓ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ગતિ પકડી છે. મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં જેટલા બાળકો ખાનગી શાળાઓને છોડીને સરકારી શાળાઓ (Government School) માં આવ્યા છે. તેમાં હજુ પણ વધારો થાય તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube