યુવતીઓના માતા પિતા સાવધાન: ઓનલાઇન ડિલિવરીના બહાને આવતો યુવાન એવું કરતો કે...
એક એવા ડિલિવરી બોયનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે ઓનલાઇન ઓર્ડર કરતા પહેલા હજાર વખત વિચાર કરશો, કરતો હતો એવું કામ કે...
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના નરોડા પોલીસે એક એવા ડીલીવરી બોયની ધરપકડ કરી છે. જે પાર્સલ લઇને ડિલિવરી આપવાની વાત કરતો હતો પરંતુ કેટલાક પાર્સલ બારોબાર વેચી દેવાના ઈરાદે ચોરી પણ કરતો હતો. જોકે નરોડાની એક કંપનીએ પાર્સલ ડિલિવરી માટે રાખેલા આ આરોપીને એક જ દિવસમાં 90 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી થઈ જતા નરોડા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
Positive News: રસીથી રાહત રોજનાં હજારો કેસ આવે છે પરંતુ કોઇ દર્દીને હોસ્પિટલમાં દાખલ નથી થવું પડતું
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અમિત ચૌધરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો રહેવાસી અમિત શોર્ટકટથી રૂપિયા કમાવા ચોરીના રવાડે ચડયો હતો. જ્યાં પણ નોકરી કરે ત્યાં હાથફેરો કરવાની ટેવવાળો હતો. તાજેતરમાં જ નરોડાની પાર્સલ ડિલિવરી કરતી એક કંપનીમાં આરોપી અમિત ચૌધરી નોકરી લાગ્યો અને બે દિવસમાં લાખ રૂપિયાના પાર્સલ લઈ ડિલિવરી માટે નીકળ્યો હતો. પરંતુ પાર્સલ ડીલીવરી સ્થળ પર નહી પહોંચતા કંપનીને શંકા ગઈ હતી. જે અંગે નરોડા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે.
અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે શરૂ કરાયું પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ, મુસાફરોની મુશ્કેલી થશે ઓછી
આરોપી અમિત ચૌધરીની પોલીસે પૂછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી. આરોપી અમિત પહેલીવાર આ પ્રકારની ચોરી પહેલી વખત કરી હોય એવું નહોતું. પરંતુ અગાઉ પણ પાર્સલ ડિલિવરી કરવાના બહાને મોબાઇલ ચોરી કરી ચૂક્યો છે. જે અંગે પોલીસે અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. હાલ તો આરોપી અમિત ચૌધરી પાસેથી પોલીસે ૩૭ જેટલા પાર્સલ રિકવર કર્યા છે. જેમાં મોબાઈલ, મોબાઈલના કવર અને જીન્સ પેન્ટ ઈયરફોન સહિત અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના દર્દીએ ચિંતા કરવાની જરૂર નથી, હવે કોર્પોરેશને શરૂ કરી અદ્ભુત વ્યવસ્થા
આમ પાર્સલને ડીલીવરી કરવાને બદલે બારોબાર વેચી દેવાની પેરવીમાં ચોરીના રવાડે ચઢેલો અમિત ચૌધરી ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથમાં આવી ગયો હતો. ત્યારે અન્ય કઈ-કઈ જગ્યાએ ગોરી કરેલો મુદ્દા માલ વેચવો છે અને અમુક પાર્સલો ડિલિવરી કર્યા બાદ તેના રોકડ રૂપિયા રિકવર કરવા નરોડા પોલીસે આરોપીના રિમાન્ડ માગી વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube