અરવલ્લીમાં શાળા મર્જ કરવા મામલે શિક્ષણ વિભાગ સામે વાલીઓનો વિરોધ
અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના દધાલિયા ગામે શાળા મર્જ કરવાના નિર્ણયના વિરોધમાં 39 વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ લઇ વાલીઓએ બાળકોને શિક્ષણથી દૂર કરી દીધા છે
સમીર બલોચ/ અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના દધાલિયા ગામે શાળા મર્જ કરવાના નિર્ણયના વિરોધમાં 39 વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ લઇ વાલીઓએ બાળકોને શિક્ષણથી દૂર કરી દીધા છે. આજે વિરોધ કરી વાલીઓ દ્વારા શાળા મર્જના નિર્ણયને મોકૂફ કરવા માંગણી કરી છે.
મોડાસા તાલુકાના દધાલિયા ગામે પ્રાથમિક શાળા નંબર 03 ને પ્રાથમિક શાળા નંબર 01 માં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિક વાલીઓ દ્વારા એક મહિનાથી જિલ્લા કલેકટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવ્યો છે. દધાલિયા ગામની ભૌગોલિક સ્થિતિ ડુંગરની આજુબાજુ છે જેના કારણે ચોમાસા દરમિયાન ગામની ગલીઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થાય છે જેના કારણે અગાઉ બાળક સાથે વાલી તણાયાનો મામલો સામે આવ્યો હતો.
યુવાનોમાં વધ્યો ખાદીનો ક્રેઝ, અહીં મળે છે આજના ટ્રેન્ડને ટક્કર આપતા વિવિધ ડિઝાઈનર વસ્ત્રો
ત્યારે શાળાના નંબર-03 બંધ કરવામાં આવતા હવે એક કિલોમીટર દૂર આવેલી શાળા નંબર 1 માં જવાની સ્થિતિ પેદા થતા વાલીઓને હવે ચોમાસા દરમિયાન ઉભું થતું જોખમ ડરાવી રહ્યું છે. ત્યારે ગત ગુરુવારે વાલીઓ દ્વારા ધોરણ 1 થી 5 ના 39 વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ કાઢી લઈને બાળકોને ઘરે બેસાડી દીધા છે. હાલ 39 બાળકોનું ભાવિ અંધકારમય બન્યું છે.
પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા
દધાલિયા ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલી શાળા 40 વર્ષથી ચાલતી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે મોડાસાના દધાલિયામાં શાળા નંબર -02 અને -03ને મર્જ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અનુક્રમે ધોરણ 1 થી 5 ના 26 અને 39 બાળકોને શાળા નંબર 1 માં દાખલ કરવામાં આવ્યા છે.
પેથાપુર બાળક કેસમાં સચિન સાથે LCB પહોંચી બોપલ, સ્મિતના જન્મ મામલે સામે આવી આ જાણકારી
શાળા નંબર 2 અને 3 ના શિક્ષકોને અગાઉથી શાળાં નંબર 1 માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પંરતુ છેલ્લા એક માસમાં શાળા નંબર 3ના 39 બાળકોને શાળા નંબર 1 માં મોકલવા માટે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક રજુઆત બાદ પણ નક્કર પરિણામ નહિ મળતા આખરે બાળકોને શાળા છોડી દેવા મજબુર બન્યા છે ત્યારે અઠવાડીયા બાદ પણ શિક્ષણ વિભાગ જાગ્યું નથી અને બાળકોને અંધકારમય ભવિષ્યમાં ધકેલાઈ ગયા છે. ત્યારે પરિણામ શૂન્ય ભાવિ સાથે વિદ્યાર્થીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube