મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી
ગુજરાત વિધાનસભાની 6 વિધાનસભા પેટાચૂંટણી પરિણામ બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ થરાદ બાયડ અને રાધનપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહારો કર્યા હતા
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 6 વિધાનસભા પેટાચૂંટણી પરિણામ બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ થરાદ બાયડ અને રાધનપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે લોકો અને સમાજની લાગણીઓ સાથે રમત કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ જાલાને લોકોએ પાઠ ભણાવ્યો છે. એક વખત ચૂંટાઇને આવવા છતા પણ પોતાની સત્તા લાલસાને કારણે પક્ષ પલટો કરીને અકારણ પેટાચૂંટણી લાવનારા આ બંન્નેને લોકોએ પાઠ ભણાવ્યો છે.
મને જે સીટની જવાબદારી સોંપાઇ હતી તેમાં ઉમેદવારનો ભવ્ય વિજય થયો: નીતિન પટેલ
રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ માંગીને સતા મેળવવા ના હવાતિયાં મારતા અલ્પેશ ઠાકોરના સપના ચકનાચૂર થયાનું પણ ધાનાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નિષ્ફળ મુખ્યમંત્રી છે. તેઓએ રાજીનામું આપી દેવું જોઇએ. અવિરત વરસાદથી કપાસ મગફળીના નુકસાન અંગે ત્વરિત સર્વે કરી ને ખેડૂતો ને ન્યાય મળવો જોઇએ. ખેડૂતો તરફ ધ્યાન આપવાનાં બદલે તેઓ વિદેશ પ્રવાસો કર્યા કરે છે. તેઓ પણ વડાપ્રધાન મોદીનાં ચાળે ચડ્યા છે. અહીં ખેડૂતોની કફોડી સ્થિતી છે તેની તેમને કોઇ જ ચિંતા નથી.
ચૂંટણીમાં હાર-જીત થતી હોય છે, પરિણામની સમીક્ષા કરવામાં આવશેઃ જીતુ વાઘાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું કે, લીલા દુષ્કાળની સ્થિતી છે ખેડૂતોની સ્થિતી ખુબ જ ખરાબ છે. જો કે તેમને કોઇ રાહત આપવાના બદલે મુખ્યમંત્રી ઉદ્યોગપતિઓની રાહત માટે ઉઝબેકિસ્તાનમાં જઇને એમઓયું કરી રહ્યા છે. ઉદ્યોગપતિઓને રાહત આપી રહ્યા છે. ઉદ્યોગપતિઓનાં પ્લાન્ટનું ઉદ્ધાટન કરી રહ્યા છે. જ્યારે અહીં ખેડૂતો ખેતીના પૈસા ડુબી જવાના કારણે પાઇ પાઇ માટે વલખા મારી રહ્યા છે.