Loksabha Election 2024: કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર જૂના અંદાજમાં આવી ગયા છે અને ટ્વીટર પર કવિતા સ્વરૂપે ભાજપની મઝા લઈ રહ્યા છે. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ રોષ વધી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી જઈને નેતાઓ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ ફરી એકવાર ટ્વીટ કરીને ચકચાર મચાવી છે. પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.



કવિતામાં ધાનાણી શું લખ્યું ?
ધાનાણીએ કવિતામાં લખ્યુ છે કે, હે શક્તિ, તમે શાંત રહેજો.. જ્યારે જ્યારે રાજ ના દરબારમાં, દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!,  અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ, બેન- દિકરીઓની લાજ બચાવીએ, નવા 'મહાભારત' પર રોક લગાવીએ, આપણા 'ભારતને મહાન' બનાવીએ.!


ધાનાણીની વધુ એક કવિતા 
પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ અલગ અલગ જિલ્લામાં આગ પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા અને ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી કવિતા ટ્વીટ કરી છે. વીડિયોમાં જૌહરની વાત પ્રજ્ઞાબા ઝાલા કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ કવિતા લખી તેમને સમર્થન આપ્યું છે ત્યારે પરેશ ધાનાણીની જવતલિયાની વાત પર પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયોમાં આભાર પણ માન્યો છે.