ગાંધીનગર: વિધાનસભાના સત્રમાં થયેલા હોબાળા બાદ ભાજપના નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમાંને ભંગાર સાથે સરખાવી હતી ભાજપે આ અંગે સરદારની પ્રતિમાનું અને સરાદારનું અપમાન ગણાવીને કહ્યું કે, પરેશ ધાનાણી માફી માગે, પરંતુ વિપક્ષના નેતાએ જણાવ્યું કે, ભાજપે 2013-2014માં સરદારના નામે રાજકીય રોટલા શેકવા સ્ટેચ્યય ઓફ યુનિટી કર્યક્રમ લાગુ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપે લોકોના ઘરે જઈ ભંગારના ભૂકાથી લોખંડી પુરુષની પ્રતિમાં બનાવાનું કાર્ય કર્યું છે. ભાજપ સરકાર ચોરી પર સીનાચોરી કરી રહી છે. સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા વિપક્ષને દબાવાવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ તેમના ભંગારના ભૂકાથી બનેલી લૌખંડની પ્રતિમાના શબ્દોના જવાબમાં કહ્યું કે Statue of unity.in સરકારની વેબસાઈટ છે જેમાં પણ સ્ક્રેપ(ભંગાર) શબ્દનો ઉલ્લેખ કરાયો છે.


પરેશ ધાનાણીએ સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યા, ભાજપે કહ્યું માફી માંગો


આ દેશની સરકારે સરદારની લોખંડી પ્રતિભાને ભંગારના ભુકાથી કેદ કરવાનું પાપ સરકારે કર્યું છે. સમગ્ર ભાજપની સરકારે દેશની માફી મંગાવી જોઈએ.  ભાજપના શાશનમાં સંવિધાન ખતરામાં છે. વિપક્ષના નેતા પરેશ ધાનણીએ સરકાર પર પ્રહાર કર્યા અને ન્યાય પાલિકા પર પણ આક્ષેપ કર્યા હતા.