Gujarat Weather Forecast : શુક્રવારે મોડી રાતે અમદાવાદમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે વહેલી સવારથી શહેરમાં ઠંડકનો માહોલ છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લગભગ ગાયબ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે, 
અત્યાર સુધી ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mm વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 6 ટકા વરસાદ વધુ વરસાદ નોંધાયો છે. હાલ આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં વરસાદ નહિ આવે. શહેરમાં વરસાદ પડે તેવી સિસ્ટમ સક્રિય ન થતા અમદાવાદમાં વરસાદની કોઈ વકી નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 12 કલાકમા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવશે. જેમાં મહેસાણા, બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 


દેશભક્તિના ગીતો ગાતા ગાતા મહિલાને આવ્યો હાર્ટ એટેક, 5 મિનિટમાં છૂટ્યો જીવ, CCTV


આગાહીકાર પરેશ ગોસ્વામીના આગાહી
હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાનો નથી. 17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. 
    
અનુપમામાં આવશે 8 મહા ટ્વિસ્ટ, એક સ્ટારની એન્ટ્રીથી બદલાઈ જશે આખો શો