રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતો થવાનો સિલસિલો આજે પણ ચાલું રહ્યો છે. વડોદરામાં આજે ઝઘડતી 3 ગાય રોડ વચ્ચે આવી જતા ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવારને એક મોટો અકસ્માત થયો હતો. અમરેલીથી પરિવાર વડોદરા આવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેના કારણે તેના તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાયે ભેટી મારવાનો 14 દિવસમાં આ છઠ્ઠી ઘટના બની છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં રસ્તા પર ગાય વચ્ચે આવી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો છે. ગઈકાલે સવારે 5 વાગે આ અકસ્માતની ઘટના બની છે. ગોરવા વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પરમાર પરિવાર અમેરલીથી વડોદરા આવી રહ્યો હતો, ત્યારે ઇકો કારમાં અજય પરમાર, પિતા જીવરાજ પરમાર અને માતા હંસા પરમાર અને ડ્રાઈવર સવાર હતા. ત્યારે રસ્તામાં ત્રણ ગાય ઝઘડતી હતી જેને અડફેટે ઈકો કારને અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ તમામ લોકો કારમાં દબાયા હતા. પરંતુ સ્થાનિક લોકોની મદદથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.  આ ઘટનામાં તમામ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે પરિવાર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, શહેરમાં ગાયોનો ત્રાસ ઓછો કરવો જરૂરી, કોઈકનો જીવ જઈ શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube