ઉદય રંજન/અમદાવાદ: બહુ ચર્ચિત સંજની હત્યા કેસનો આરોપી પેરોજમ્પ કરેલ તરુણ જિનરાજની દિલ્હીથી સાયબર ક્રાઇમ ધરપકડ કરી લીધી છે. પોતાની ઓળખ છુપાવવા માથા પરથી વાળ ઉતરાવી દીધા અને ગળાની પાસે ટેટુ બનાવ્યા ઉપરાંત નકલી આધાર બનાવી ભારતથી ભાગવાના ફિરાકમાં હતો, ત્યારે જેલમાં જ પેરોલ જમ્પ કરી ભારતમાંથી ભાગી જવાનો પ્લાન ધડયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો; ગરોળી ચાવી ગયા બાદ હવે અઢી વર્ષનું બાળક પર ગરમ દાળ


દિલ્હીના નજફગઢમાં પીજીમાં પોતાની ઓળખ છુપાવી બેઠેલો હત્યાનો પેરોલ જમ્પ કરેલ આરોપી તરુણ જિનરાજની સાયબર ક્રાઇમએ ધરપકડ કરી. વર્ષ 2003માં બહુ ચર્ચિત સંજની હત્યા કેસમાં આરોપી તરુણ વર્ષ 2018માં ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ વર્ષ 2020-21 માં આરોપી તરુણ જમીન મેળવાના અનેક પ્રયાસ કર્યા હતા. પરતું આરોપી તરુણ જિનરાજ મેડિકલ ગ્રાઉન્ડ પર વર્ષ 2023માં જમીન મજૂર થયા જેમા 18 જુલાઈ થી 19 ઓગસ્ટ 2023 સુધીના આરોપી તરુણ જમીન મળ્યા હતા.


રાજકોટના આ કલાકારની અનોખી કળા, રોજિંદા જીવનની વસ્તુઓને વાજિંત્ર બનાવી રેલાવે છે સૂર


જોકે આરોપી તરુણ જેલમાંથી 4 ઓગસ્ટ જમીન પરથી બહાર આવ્યો અને 19 ઓગસ્ટના રોજ જમીન પૂર્ણ થઈ જતા હતા. પણ પેરોલ જમ્પ કરીને આરોપી તરુણ ભારત છોડી જવાના ફિરાકમાં હતો. એટલું જ નહીં આરોપી તરુણ જમીન મળ્યા બાદ પણ જેલમાં બેઠા બેઠા ભારતથી ભાગી જવાનું પ્લાનિંગ કર્યું હતું. જે બાદ 4 ઓગસ્ટના રોજ. સાબરમતી જેલથી બહાર નીકળી દિલ્હી ગયો હતો. જેલમાં બેઠા જ આરોપી તરુણ ભારત છોડી ભાંગી જવા માટે અને અન્ય વ્યવસ્થા માટે અમદાવાદના સ્થાનિક બે શખ્સોએ મદદ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


આ પ્રકારનો પ્રથમ કેસ! અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજા કેસમાં મોટો ખુલાસો, આ રીતે કરતો ધંધો 


આરોપી તરુણ પોતાની ઓળખ છુપાવા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવાનો હતો અને નકલી આધાર કાર્ડ બનાવી દીધું હતું. જેમાં સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપી તરુણ પકડવા દિલ્હીના અલગ અલગ શો રૂમ તપાસ શરૂ કરી હતી કારણ કે આરોપી તરુણ બ્રાન્ડેડ કપડાં, ટેટુ સહિતના શોખ ધરાવે છે. જેથી પોતાની ઓળખ છુપાવા ગળા પર એક ટેટુ બનાવ્યું હતું અને આરોપીએ પોતાના ન્યુ હેર ટ્રીટમેન્ટ માટે હેર ટ્રાન્સપ્લાન્ટની એપોઇમેન્ટ લીધી હતી. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી નકલી આધારકાર્ડ મળી આવ્યું હતું. આરોપી દિલ્હીથી નેપાળ બોર્ડર પરથી ભાગવામાં સફળ ન થતાં દિલ્હી પરત આવી ગયો હતો. ત્યારબાદ દિલ્હી નજફગઢ માં પીજીમાં રોકાયો હતો.


અંબાલાલની ભયાનક આગાહી; આ રાજ્યોમા મેઘો પડશે ધમધોકાર, ગુજરાતમા થશે વાવાઝોડાની એન્ટ્રી


નોંધનીય છે કે આરોપી તરુણ મૂળ કેરલાનો વતની છે. પરતું સંજની હત્યા કેસ બાદ 15 વર્ષે પોલીસના હાથે પકડાયો હતો. સાયબર ક્રાઇમ આરોપી તરુણ પુછપરછ માં અનેક ખુલાસાઓ થઈ શકે છે. હાલ આરોપી તરુણ મદદ કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે.


લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ, આ ખુલાસો