રંગીલા સ્વામી: વડતાલના વધારે એક પાર્ષદ પર દુષ્કર્મનો આરોપ, મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી...
સ્વામીનારાયણ સંપ્રદાય જેટલો પોતાના સદકાર્યોના કારણે ચર્ચામાં રહે છે તેટલો જ પોતાના મિલ્કત વિવાદના કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત અવાર નવાર કિશોર સાથે સૃષ્ટિવિરુદ્ધના કૃત્ય અને મહિલાઓ દ્વારા પણ સમયાંતરે સાધુઓ પર છેડતીથી માંડીને દુષ્કર્મના આરોપો લગાવવામાં આવતા રહે છે. અનેક વાર અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ વધારે એક કિસ્સો સંપ્રદાયના પ્રતિષ્ઠિત વડતાલ મંદિર ખાતે સામે આવ્યો છે. ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ છે.
નચિકેત મહેતા/ખેડા : સ્વામીનારાયણ સંપ્રદાય જેટલો પોતાના સદકાર્યોના કારણે ચર્ચામાં રહે છે તેટલો જ પોતાના મિલ્કત વિવાદના કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત અવાર નવાર કિશોર સાથે સૃષ્ટિવિરુદ્ધના કૃત્ય અને મહિલાઓ દ્વારા પણ સમયાંતરે સાધુઓ પર છેડતીથી માંડીને દુષ્કર્મના આરોપો લગાવવામાં આવતા રહે છે. અનેક વાર અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ વધારે એક કિસ્સો સંપ્રદાયના પ્રતિષ્ઠિત વડતાલ મંદિર ખાતે સામે આવ્યો છે. ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ છે.
રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી
વડતાલમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મંદિરના પાર્ષદે સગીર બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. સોહમ ભગત નામના 47 વર્ષીય મંદિરના પાર્ષદ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળકીને આંટો મારવા લઈ જવાનું કહીને બહાર લઇ જઇને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. વડતાલ રાવલી રોડ પર આવેલ અવાવરું જગ્યા પર લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ચાર ચોપડી ભણેલી ખેડૂત મહિલાએ એવા ગણપતિ બનાવ્યા, જે વિસર્જન બાદ ખાતર બની જાય છે
ભોગ બનનાર બાળકીના માતા-પિતા અવાર નવાર મંદિરમાં દર્શન માટે આવતા આરોપી પરિચિત હતો. જેના કારણે તેઓ ગાઢ સંપર્કમાં પણ હતા. મંદિરના સંચાલકોને ઘટના અંગે જાણ થતા તત્કાલ તેને ઝડપી લીધો હતો. પોલીસને બોલાવીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક ચકલાસી પોલીસને ઘટના અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube