રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, `મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો`
Loksabha Election 2024: રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રૂપાલા વિરૂઘ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આંદોલનો અને સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. આ વિવાદો વચ્ચે રૂપાલાએ શકિત પ્રદર્શન કરીને ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. હવે પરશોત્તમ રૂપાલા રાજકોટમાં ચૂંટણી પ્રચાર કરીને સભાઓ ગજવી રહ્યા છે.
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા. આદિવાસી હતા તેને સાથે લઈ રાવણને હરાવ્યો હતો. મને પણ વિશ્વાસ છે કે તમે બધા (ઓબીસી) સમાજ, નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો.
નીતિન કાકાએ આમને ગણાવ્યા ધર્મના દાદા, ઉમેદવારનું જાહેરમાં નામ લેવામાં લાગ્યો ડર!
ઓબીસી સમાજના કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે મને બક્ષીપંચના લોકોને કહેવાનું મન થાય છે કે મે ભારત સરકારમાં ઘુમતું સેલ બનાવવાનું કામ કર્યું. હવે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, કયો સમાજ ક્યા રાજ્યમાં ઘુમતું પ્રકારે પશુપાલન કરે છે. તેમજ તેમને ભારત સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તે બાબતનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ નામનું અભિયાન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત બોર્ડરના ગામોને સધ્ધર બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. બોર્ડરના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અહીં પેટ્રોલ ભરાવતા નહીં! પેટ્રોલમાં પાણી મિક્સ, વાહનો બગડ્યા તો ચાલકો લાલ
તેમણે ઉમેર્યું હતું કે આપણને જેમ કોરોનાની રસી આપી તેમ ભારત ભરનાં પશુઓને જુદી જુદી રસી અપાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. 15,000 કરોડ રૂ.નો રસીકરણનો કાર્યક્રમ આજે સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. 108 શરૂઆતમાં આવી ત્યારે ગામડાના લોકો તેને મોદી ગાડી આવી છે તેમ કહી ઉમરા સુધી જોવા જતાં હતા. સમગ્ર ભારત ભરમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ, પશુઓ માટેની સારવાર નરેન્દ્ર મોદીએ ભારત સરકારના ખર્ચે શરૂ કરી છે. આપણા માટે 108 નંબર છે પશુઓ માટે 1962 નંબર છે.
દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર, ₹1,400 કરોડની છે માલકિન BJPની ઉમેદવાર