હિતલ પારેખ/ ગાંધીનગર: કૃષિ બિલો સંદર્ભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતની કૃષિ નીતિમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યાએ પછી પહેલી વખત ખેડૂતોની આવક શબ્દનો પ્રયોગ થયો છે. ખેત પેદાશોમાં આવકમાં વૃદ્ધિ કેવી રીતે થાય તમામ વસ્તુઓ બધી સરકારોમાં ચાલતી હતી તેને આગળ વધારીને નરેન્દ્ર મોદીએ કૃષિ નીતિમાં મૂળભૂત ફેરફાર કર્યો છે. ઉત્પાદકતાની સાથે આવકને જોડવાનો પ્રયાસ પહેલી વખત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ AMCના અધિકારીઓનો મોટો છબરડો, પરિમલ અન્ડરપાસનું બીજીવાર નામકરણ કરાયું


2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ પ્રધાનમંત્રી રાખ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ શરૂ કર્યા હતા. ત્યાર પછી પ્રધાનમંત્રી બનતા સમગ્ર દેશમાં લાગુ કર્યા હતા. પોતાની ઉત્પાદકતાનું યોગ્ય વળતર મળે એ ખેડૂતોની માંગ હતી અને આજે પણ છે. ખેડૂતોના ભાવના એમએસપી જે નક્કી થાય છે તે ખેડૂતોના નાખત લાગે છે તેની ઉપર 50 ટકાનો નફો ચડાવીને એસપીને વાત કરવા તે નક્કી કરવામાં આવ્યો છે. સ્વામિનાથનની આ ભલામણ હતી.


આ પણ વાંચો:- CM રૂપાણીએ વિવિધ વિકાસ કાર્યોની યોજી સમીક્ષા બેઠક, રિસ્ટોરેશન હોલનું કર્યું ઉદ્ઘાટન


કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે. ત્યારે એમએસપી નક્કી કરવાની વાત કરી રહી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં 50 ટકાનો નફો ચડાવીને એમએસપી નક્કી કરવામાં આવી એટલે ખેડૂતોમાં એમએસપી લોકપ્રિય થયું. પ્રધાનમંત્રી યોજના ખેતી સામેનું જોખમ ઘટાડવા માટે એક નવું મોડલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું. વાવેતર અને કરે અને પ્રીમિયમ અલગ ચૂકવવામાં આવતું હતું. પ્રીમિયમના તફાવતને કારણે આ કામગીરી થતી હતી. કપાસના વધારાનું પ્રીમિયમ રાજ્ય સરકારે ભરવાનું ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો:- સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત


ભારત સરકારે નિર્ણય કર્યો હતો કે ધિરાણ લેનાર ખેડૂતોએ પ્રીમિયમ ભરવું પડશે તેના ખેડૂતોનો બેનિફિટ પણ મળતા હતા પણ ખેડૂત સંગઠનો દ્વારા કિસાન મોરચા દ્વારા ફરજિયાત પ્રીમિયમ વાળું ખેડૂતોને ફાવતું નથી. આ વાત પ્રધાનમંત્રી જોડે પહોંચાડી અને ગઈ વખતે વાત પહોંચાડી અને પછી પ્રીમિયમ મરજિયાત કરવામાં આવ્યું. આ બિલોની પર ઉતાર્યો હતો તેની પર અમલ થવા દો જો અમલમાં મુકવામાં આવી અને ખેડૂતોને કોઈ તકલીફ પડે તો સરકાર સુધારા કરી શકે.


આ પણ વાંચો:- ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલ નારી ગામ વિકાસથી વંચિત


જોકે બિલુ અમલમાં આવે એ પહેલાં જ પાછા ખેંચવાની વાત કરવામાં આવી રહી છે એ અયોગ્ય છે. ખેડૂતો ને નમ્ર અપીલ છે કે જે પ્રધાનમંત્રી ખેડૂતોના પરિવારની નહીં પણ તેમની જમીનના પણ સમાચાર પૂછે છે ખેડૂતોને ખેતીના જોખમો ઘટાડવાના પ્રયાસ કર્યા છે બમણી આવક કરવાના તેમાં બે ઘણી બમણી આવક કરવા ના પ્રયાસો કરવામાં આવે છે. 95,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. પ્રધાનમંત્રી પર શંકા રાખવાની કોઈ જરૂરિયાત નથી. નર્મદાના પાણીના કારણે ગુજરાતની કૃષિ ઉત્પાદન ક્ષમતા ચાર ગણો વધારો થયો છે.


આ પણ વાંચો:- બનાસકાંઠાના દાંતીવાળામાં 7 વર્ષીય બાળકીના પેટમાંથી મળી આવી બંદૂકની ગોળી, પિતાએ કર્યો આ આક્ષેપ


કોમોડિટી એકના કાયદામાં નિયંત્રણો હટાવી લેવાનો એક માત્ર ઉદ્દેશ હતો કે તેના ભાવ ખેડૂતોને મળી શકે. ભાવમાં ખોટો ઉછાળો આવે ત્યારે ત્યારે તેમાં નિયંત્રણ લાવવાની જોગવાઈ છે. એટલે ખોટું સંભાળ રાખવાની કોઈ જરૂરિયાત નથી. ભારતની કૃષિપેદાશો ને મુક્ત બજારની હવા લાગી નથી એ લાગવા દો તો ખેડૂતોને લાભ મળી શકે. જૂની લાજ કાઢવાની પ્રથા પણ લગ્નમાં હવે લાગુ ન કરાય તેનું ઉદાહરણ કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાએ આપ્યું. નવી પેઢીને તેમની રીતે નવતર પ્રયોગ કે અભિગમ રાખવા દો.


આ પણ વાંચો:- સુરત: મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ


સૌરાષ્ટ્રમાં 90% ખેતી કોન્ટ્રાક્ટર ફાર્મીગ થી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો કાયદામાં જમીન અંગેનો કોઈ ઉલ્લેખ જ નથી. કોન્ટ્રાક્ટ ફાર્મિગ કાયદો ક્યારે લાગુ થશે તેવી રીતે થશે એ અત્યારે કહેવું છે પણ આ કાયદો લાગુ થયા પછી ખેડૂતો માટે મહત્ત્વનાં બની રહેશે. ખેડૂત સંગઠનની માગણી છે કે આ એક્ટમાં સિવિલ કોર્ટમાં જવાની જોગવાઈ નથી તે કરવી જોઈએ. જોકે ખેડૂત તરીકે હું પોતે તેનો ઇનકાર કરું છું પણ ખેડૂતો ઈચ્છતા હોય તો એ દિશામાં કેન્દ્ર સરકાર વિચારી શકે તેવો દાવો પણ કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube