કેમ વલસાડનું ઉદવાડા જ છે પારસીઓનું પવિત્ર સ્થળ; નવા વર્ષે આવે છે અચૂક, જાણો આ ધર્મસ્થાનનો ઇતિહાસ
આજે પારશીઓ ના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી. ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
નિલેશ જોશી/ ઉદવાડા: આજે પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ..દેશ અને દુનિયા ભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1394ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે. આજે પારશીઓ ના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી. ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ..
મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મ ની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદિ રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે.
સરકારી નોકરીમાં મોટી તક; GPSCની વિવિધ પોસ્ટ માટે 300 જગ્યાઓ પર આવી ભરતી, આ રીતે અરજી
આજે પારસીઓના કેલેન્ડર મુજબ 1394માં નવા વર્ષની શરૂઆત થઇ છે. પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે. આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓએ ઇષ્ટ દેવ આતસ બહેરામની પૂજા અર્ચના કરે છે.
આખા ભારતની પોલીસ ખાખી વર્દી પહેરે છે, તો કોલકાત્તા પોલીસ કેમ સફેદ વર્દીમાં હોય છે!
પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લા દિવસ એટલે પતેતી, પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પ્રશ્ચાતાપ કરવાનો દિવસ, દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશીમાનીની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે. પતેતી પછીનો દિવસ એટલે નવરોઝ...નવા વર્ષનો પ્રથમ દિવસ...આમ નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એક બીજાને શુભેચ્છા પાઠવે છે.