Rajputs Boycott BJP : ગુજરાતમાં ક્ષત્રિયોનો વિવાદ ઉકેલાઈ રહ્યો નથી. ભાજપ ભલે વટમાં રૂપાલાને ન બદલે પણ વિવાદ વકર્યો તો આ 3 લોકસભા બેઠક પર ભાજપને ભારે પડી જશે એ નક્કી છે. રૂપાલા નહીં હટે તો ક્ષત્રિયોએ આ મામલો દેશભરમાં ગજવવાની ચીમકી આપી છે. ગુજરાતમાં ક્ષત્રિયોનો વોટશેર રાજ્યની દરેક લોકસભા પર ભલે ઓછો રહ્યો પણ આ 3 બેઠકો પર ભાજપને સીધી અસર પડી શકે છે. રૂપાલાને કારણે પાટીલે 5 લાખની લીડથી જીતવાના ટાર્ગેટને પણ મોટો ફટકો પડી શકે છે. આ મામલામાં દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી હવે ભાજપને પણ ટેન્શન આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ જિલ્લામાં ભાજપને નુકસાન થશે 
ગુજરાત એ પીએમ મોદી અને અમિત ભાઈનું હોમ ટાઉન છે. જ્યાં સ્થિતિ બગડી રહી છે અને સ્થાનિક નેતાઓ આ પ્રકરણને સંભાળવામાં ફેલ ગયા છે. ગુજરાતમાં ક્ષત્રિયોનો વોટશેર ઓછા હોવા છતાં ઈતર કોમ હવે ધીમેધીમે સાથ આપવા લાગી છે. ગુજરાતમાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બોર્ડ લટકી રહ્યાં છે. ભાજપ ભલે રાજકોટમાં રૂપાલાને ન બદલી પોતાનો વટ જાળવે પણ અને રૂપાલા અહીંથી જીતી જાય પણ ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરમાં લોકસભાના ઉમેદવારને જીતવામાં આંખે પાણી આવી શકે છે. 


ઈલેક્શન તો રૂપાલામાં જ નીકળશે, વિકાસની કોઈ વાતો ન કરતા, ચૂંટણીમાં જનતા જ ભૂલાઈ


રાજકોટની જ્વાળા રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પહોંચી 
ગુજરાતમાં રાજકોટ સીટ એ ભાજપનો ગઢ ગણાય છે. રાજકોટ બેઠક પર પાટીદાર મતદારો અંદાજે 5.26 લાખ, કોળી મતદારો 3.16 લાખ, માલધારી મતદારો 2.10 લાખ, મુસ્લિમ મતદારો 2.10 લાખ અને ક્ષત્રિય મતદારો 1.68 લાખ છે.  ક્ષત્રિયોનો વિવાદ હવે રાજકોટ કે ગાંધીનગર પૂરતો રહ્યો નથી પણ દિલ્હી સુધી પહોંચ્યો છે. ભાજપને આશંકા છે કે રાજસ્થાન અને એમપી પણ સળગશે, આમ છતાં ભાજપ રૂપાલાને બદલવા માટે તૈયાર એટલા માટે નથી કે ભાજપને ડર છે જમ ભર ઘર ભાળી જશે. 


સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર અંદાજિત ક્ષત્રિય સમાજના મત


  • પુરુષ 72000, (અંદાજિત)

  • મહિલા 58000 (અંદાજિત )


સુરેન્દ્રનગરમાં રાજપૂતો 
સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારોથી પ્રભાવિત છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પરિણામ કોળી મતદારો નક્કી કરે છે. પરંતુ અહી રાજપૂત વોટ પણ ઓછી નથી. 


મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી


સુરેન્દ્રનગરમાં મતનું જ્ઞાતિગત ગણિત 
- કુલ મતદારો 23 લાખ
- સૌથી વધું પાટીદાર મતદારો 8 લાખ
- લેઉવા અને કડવા પાટીદાર 4 - 4 લાખ મતદારો
- 3 લાખ સવર્ણ જ્ઞાતિનાં મતદારો જેમાં બ્રાહ્મણ, લોહાણા, જૈન અને વાણીયા અને સોની
- 2.75 લાખ કડીયા, સુથાર સહિત ઇતર જ્ઞાતીનાં મતદારો
- 15 ટકા ક્ષત્રિય મતદારો છે...


ભાવનગરમાં 1.77 લાખ ક્ષત્રિય મતદારો
દરેક બેઠક ઉપર જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય છે અને રાજકીય પક્ષો પણ જે જ્ઞાતિના વધુ ઉમેદવારો હોય તે જ્ઞાતિને જ ટીકીટ આપતા હોય છે. જોકે આ વખતે ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે. ભાવનગર જીલ્લામાં કુલ ૧૭ લાખ જેટલા મતદારો, જ્ઞાતિ મુજબ મતદારોના આંકડા નીચે પ્રમાણે છે. અહીં ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. અહીં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે.


ભાજપે કોળી ઉમેદવાર ઉતાર્યા..


અહીં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા છે. સામે ભાજપે કોળી ઉમેદવાર નિમુબેન બાભણિયાને ઉતાર્યા છે. આ બેઠકની વાત કરીએ તો કોળી મતદારો આશરે ૪,૩૨,૨૮૨, પાટીદાર મતદારો આશરે ૨,૧૧,૮૧૮ અને ક્ષત્રિય સમાજના મતદારો અંદાજે 2.25 લાખ મતદારો છે. આ સીટ પર કોળી સમાજનું પ્રભુત્વ છતાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ક્ષત્રિય સમાજનો વિરોધ સમીકરણો બદલી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું આ હોમટાઉન છે. ભાવનગર લોકસભા બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.ભારતીબહેન શિયાળનો 3,29,519 મતોની અભૂતપૂર્વ સરસાઇથી વિજય થયો હતો. ભાજપના ડો.ભારતીબહેન શિયાળને કુલ 6,61,273 મત મળ્યા જ્યારે કોંગ્રેસના મનહરભાઇ પટેલને 3,31,754 મત મળ્યા હતા.


ગુજરાતમાં વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે


મામલો થાળે નહિ પડે તો ભાવનગરથી ચળવળ શરૂ થશે 
ભાવનગર લોકસભા બેઠકમાં 2.25 લાખ ક્ષત્રિય મતદારો છે. રૂપાલાવાળો મામલો શાંત ના પડે તો લોકસભાની ચૂંટણી પર અસર થઈ શકે છે. ગુજરાતની સમગ્ર 26 સીટો પર આંદોલન ચલાવવા ભાવનગરના તમામ સંગઠનો તૈયાર છે. આગામી 9 એપ્રિલે ભાવનગર જિલ્લાના ઘોઘામાં વિરાટ ક્ષત્રિય સંમેલન મળવાનું છે.


ગુજરાત સહિત દેશભરમાં ચળવળ શરૂ કરાશે


વીર મોખડાજીની પુણ્યતિથિ અને અખિલ સૌરાષ્ટ્ર રાજપૂત વરતેજ પરિષદ 1924 નો શતાબ્દી ઉત્સવ ઉજવાશે. 1024 માં સંસ્થાના સ્થાપના દિવસે સરદાર પટેલ અને કસ્તુરબા બંને ઉપસ્થિત રહ્યા હતા. 1924 ના સ્થાપના દિવસે ઉત્સવમાં મહિલાઓ સહિત 15 હજાર ક્ષત્રિયો હાજર રહ્યા હતા. 2024 માં તેને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં દેશભરના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. જો આગામી 8 એપ્રિલ સુધીમાં મામલો થાળે ના પડે તો ગુજરાત સહિત દેશભરમાં ચળવળ શરૂ કરાશે. તો બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અહી બંને જિલ્લા મળીને ક્ષત્રિયોના કુલ મત 1,58,000 છે. જેમાં પહેલા ક્રમે આહીર, બીજા ક્રમે પાટીદાર અને ત્રીજા નંબરે ક્ષત્રિયો આવે છે. 


ગુજરાતમાં વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે