Loksabha Election 2024 : પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધતાં પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. SP સહિતના અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે સુરક્ષા-વ્યવસ્થા વધારાઈ છે. તો બીજી તરફ, રૂપાલાએ અનુસૂચિત જાતિ વિશે નિવેદન આપીને વિવાદને વધાર્યો છે. પરશોત્તમ રૂપાલા સામે બે સમાજનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે રૂપાલાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ક્ષત્રિય આગેવાન સાથેની વાતચીતની ક્લીપ વાયરલ થઈ છે. રૂપાલની વિવાદિત નિવેદન અંગે ઓડિયો ક્લીપમાં ચર્ચા થઈ છે, જેમાં ક્ષત્રિય આગેવાન ખુલાસો માંગી રહ્યાં છે. પરશોત્તમ રૂપાલા પોતાના વિવાદ પર જવાબ આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ
ક્ષત્રિય આગેવાન: કયા રાજાએ, કઈ તલવારો, ક્યારે કામ નહોતી આવી?
ક્ષત્રિય આગેવાન: કયા અંગ્રેજો જોડે બેન વ્યવહાર કે બેટી વ્યવહાર કર્યો?
ક્ષત્રિય આગેવાન: અંગ્રેજોનું નામ બોલો, કોઈ રાજાનું કે કોઈ રજવાડાનું નામ બોલો તો તમે?
રૂપાલા: અંગ્રેજોની તલવારો રૂખીઓ ઉપર કામ નહોતી આવી.
ક્ષત્રિય આગેવાન: ના ના, તમે જે બોલ્યા છો, એ બોલો
રૂપાલા: રૂખી સમાજના કાર્યક્રમમાં જ હું બોલ્યો છું
ક્ષત્રિય આગેવાન: હા હા, તમે એ સમાજના કાર્યક્રમમાં જ બોલ્યા
રૂપાલા: કાર્યક્રમમમાં ભજન હતાં, ત્યાં હું બોલ્યો છું
રૂપાલા: રૂખીઓએ અંગ્રેજોના દમન સામે, એની તલવારો સામે એ લોકો ન ઝૂક્યા
ક્ષત્રિય આગેવાન: ના ના, તમારું સ્ટેટમેન્ટ આખું અલગ છે. 
ક્ષત્રિય આગેવાન: તમે બોલ્યા હતા કે રાજા રજવાડાં નીચાં થઈ ગયાં
ક્ષત્રિય આગેવાન: એમની બેન દીકરીઓના વ્યવહાર કર્યા અંગ્રેજો સાથે
રૂપાલા: અંગ્રેજો સાથે નહીં, અંગ્રેજો સાથે નહીં
ક્ષત્રિય આગેવાન: તો કોના સાથે, તમે સ્પષ્ટ એવું બોલ્યા છો કે અંગ્રેજો સાથે
રૂપાલા: મારું જે વક્તવ્ય હતું કે આપણો દેશ હજાર વર્ષ ગુલામ રહ્યો
રૂપાલા: મુસલમાનો હજારો વર્ષ રહ્યા, અંગ્રેજો અઢીસો વર્ષ રહ્યા
રૂપાલા: એમાં મુસલમાનોના દમન સામે રાજાઓએ બેટી વ્યવહાર કર્યા છે


ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી


ગુજરાત કોંગ્રેસ હવે શ્રીરામના શરણમાં, અમિત ચાવડાએ ચૂંટણીમાં રમ્યું ક્ષત્રિય કાર્ડ