Loksabha Election 2024 : ગુજરાતમાં રૂપાલા વર્સિસ ક્ષત્રિય વોરનો હજી પણ સુખદ અંત આવ્યો નથી. આ વોર હવે પાટીદાર વર્સિસ ક્ષત્રિયો પર ડાયવર્ટ થઈ છે. સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો. હજી ગઈકાલે જ રૂપાલા દિલ્હીથી પરત આવ્યા છે. જેના બાદ અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને ભાજપના મોવડીઓ દ્વારા બંધબારણે બેઠક યોજાઈ હતી. ત્યારે શું બધુ થાળે પડી ગયું છે એવી ચર્ચા વહેતી થઈ છે. રૂપાલાએ નવા જુસ્સા સાથે આજે ચૂંટણીના પ્રચાર શરૂ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાએ ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કર્યાં
સતત વિરોધ વચ્ચે ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરી રૂપાલાએ પ્રચારની આજે શરૂઆત કરી. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મા આશાપુરાના દર્શન કરી પ્રચારની શરૂઆત કરી છે. અમીન માર્ગ પર પરશોત્તમ રૂપાલાએ ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. રૂપાલા સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા અને ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતી. 


કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જંગ


રૂપાલાનુ ટિફિન બેઠકનું આહવાન
ચૂંટણી પ્રચારમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રાજકોટની મહિલા મિલનમાં પરસોતમ રૂપાલાએ ટિફિન બેઠક કરવા આમંત્રણ આપ્યું. રૂપાલાએ કહ્યું, જેના અન્ન ભેગા તેના મન ભેગા. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે. હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. આમ, ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા આહવાન કર્યું. 


ગોંડલના રસ્તા પર લોહીની નદી વહી, મંદિર જવા નીકળેલા બે જીગરજાન મિત્રોને કાળ ભરખી ગયો