અમદાવાદ : કોરોના મહામારીનાં કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓ લારી દુકાન બંધનો સામો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી રહી છે. અમદાવાદ કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળી રહેલા વરિષ્ઠ IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તા દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus: છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ, 20 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 9592 પર પહોંચી

આવતી કાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ચાલુ કરવાની જાહેરાત કરી છે. દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 3  વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. આ મુદ્દે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.


વડોદરા: પાખંડી પ્રશાંતે જામીન પુરા થતા ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદમાં આજથી શરતી છુટછાટ...
- દવા અને દૂધ ઉપરાંત શાકભાજી, ફળફલાદી, અનાજ અને કરિયાણાની દુકાનોને કાલે શરતી છુટછાટ આપવામાં આવી છે. 
- અમદાવાદ કોર્પોરેશન દ્વારા લારી ધરાવતા ફેરિયાઓની હેલ્થનું સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે. 
- દુકાન ધારકો સવારે 8થી 3 દુકાન ખુલ્લી રાખી શકશે જ્યારે હોમ ડિલિવરી સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. 
- ઘરમાંથી શક્ય હોય ત્યાં સુધી એક જ વ્યક્તિ બહાર નિકળે.
- ખરીદી કરતા સમયે જો લાઇન હોય તો એક બીજાને વચ્ચે 6 ફૂટનું ઉંતર જળવાય તે જરૂરી.
- ખરીદી કરીને બહારથી આવ્યા બાદ હાથ પગ સારી રીતે સાબુથી ધોવા અથવા શક્ય હોય તો નહાવા માટેની અપીલ
- બહારથી ખરીદી કરીને લાવેલી વસ્તુ પણ સારી રીતે પાણીમાં ધોવા માટેની અપીલ કરવામાં આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube