તેજસ દવે/મહેસાણા: 20 ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના મામલે હાલમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર ફૂલ જોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સતલાસણામાં જિલ્લા પંચાયત બેઠકના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી કહી હતી. જ્યારે આ મામલે લુણાવાડાના કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાવા મામલે પુરાવા આપતા રાજકારણ ગરમાયુ હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેરાલુ વિધાનસભામાં ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધીના પ્રચારનું આયોજન કરાઈ રહ્યું છે. આ સીટ પર ભાજપના કાર્યકર્તા જીત મેળવે તે માટે સંપૂર્ણ ભાજપની ચૂંટાયેલી પાંખ સહિત હોદેદારો હાજર રહ્યા હતા. આજે સતલાસણા ખાતે હાજર રહીને જિલ્લા પંચાયત સીટનો કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.


દ્વારકા: મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી, પૂજારીએ ધારણ કર્યું ગોપીનું રૂપ 


સતલાસણા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પાડ્યું હતું. જેમાં કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કોઠાસના જિલ્લા પંચાયત સીટના વિરેન્દ્રસિંહ સહિત તેમના પત્ની ભાજપમાં જોડાયા હતા. સાથે કોઠાસના અને નાના કોઠાસનાના સરપંચ પણ કેસરિયો ધારણ કર્યો હતો જેમાં કૉંગ્રેસ જુઠ્ઠાણાંનો પક્ષ છે. કૉંગ્રેસ પક્ષનો સરદાર પણ જૂઠો છે. કૉંગ્રેસે પહેલેથી જુઠ્ઠાણું ચલાવી દેશ પર રાજ કર્યુ છે તેવા આક્ષેપ કરી ને ભાજપમાં કોંગ્રેસના ડેલીગેટ આવતા કોંગ્રેસના જુઠાણા મામલે પુરાવા પણ મિનિટ ટુ મિનિટ આપ્યા હતા. 


જુઓ LIVE TV :