અતુલ તિવારી/અમદાવાદ :વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલ (jayesh patel) નું કિડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે જયેશ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પારુલ યુનિવર્સિટી (parul university) ના રેપકાંડનો આરોપી જયેશ પટેલની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક હતી. જયેશ પટેલ છેલ્લાં ચાર દિવસથી વેન્ટિલેટર પર હતો. અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં આરોપી જયેશ પટેલની સારવાર ચાલી રહી હતી. ટૂંકી સારવાર બાદ તેનુ મોત નિપજ્યું છે. આરોપી જયેશ પટેલને કિડનીની સમસ્યા હોવાથી ડાયાલિસીસની સારવાર આપવી પડી હતી. જેના બાદ આજે જયેશ પટેલનું નિધન થયું છે.


નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, સોશિયલ મીડિયામાં આરોપી જયેશ પટેલના મોતની થયાની અફવાએ જોર પકડ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આવામાં તેના મોતની વાતો વહેતી થઈ હતી.  જોકે, આજે જયેશ પટેલના નિધનની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પારુલ યુનિવર્સિટીમાં 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો. જુલાઇ 2016થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ હતો. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા, પરંતુ હાઇકોર્ટે જયેશ પટેલ વિરુદ્ધ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હોવાથી જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી ન કરતા તબીબી સારવાર કરવાના કારણોસર જામીન માગ્યા હતા. 


મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ 


નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કારના ચકચારીભર્યા ગુનામાં પારુલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો.જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે વાઘોડિયા કોર્ટમાં 5568 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ડો.જયેશ પટેલના સીમન ટેસ્ટ અને ટેસ્ટેટેરોન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, પાઇપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડો.જયેશની પોલીસ અધિકારીઓએ કરેલી પૂછપરછ દરમિયાન તેને ગુનાની આડકતરી રીતે કબૂલાત કરી હોવાનું પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો. 


ગુજરાતના મહત્વના સમાચાર :


પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા


પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું


24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો


મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ