સુરતઃ પાટીદાર અનામત આંદોલનને લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભાને ત્રણ વર્ષ પૂર્ણ થતા પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદમાં ઉપવાસ કરવાનો છે. ત્યારે આ ઉપવાસને લઈને રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સુરતમાં પાટીદારની વસ્તી વધારે છે અને તેમાં પણ વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરાછાને પાટીદાર આંદોલનનું એપી સેન્ટર ગણવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં કોઇપણ તણાવ ન ઉભો થાય તે માટે પોલીસે પોતાની તૈયારી પહેલાથી જ કરી લીધી છે. વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, કતારગામ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


પોલીસ સતર્ક
ગત સપ્તાહે હાર્દિક અને પાસના સુરતના કન્વીનર હાર્દિકની ધરપકડ થયાની સાથે વરાછામાં બીઆરટીએસ બસને આંગ ચાંપી દેવામાં આવી હતી. ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા. આજ કારણે પોલીસ આ વખતે સતર્ક થઈ ગઈ છે. 


BRTS સેવા બંધ
સુરતમાં આજે હાર્દિક પટેલ ઉપવાસ પર બેસવાનો છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે બીઆરટીએસ સેવા આજે બંધ રાખવામાં આવી છે. પાટીદાર વિસ્તારમાં BRTS સેવા બંધ રાખવામાં આવી છે. કારણ કે અગાઉ પાટીદારો દ્વારા બીઆરટીએસ બસ સળગાવી દેવામાં આવી હતી. 


કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ
કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીની અટકાયત કરવામાં આવી છે. તેઓ ઉપવાસ માટે અમદાવાદ આવવાના હતા. તે અમદાવાદ આવવા માટે નિકળે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે.