Ahmedabad News : અમેરિકાનો પાસપોર્ટ, એ પણ માત્ર બે કલાકમાં. માનવામાં ન આવે તેવી આ વાત છે. પરંતુ આ સત્ય ઘટના છે. અમદાવાદની પાસપોર્ટ ઓફિસે બે દીકરીઓને માત્ર 2 કલાકમાં અમેરિકાનો પાસપોર્ટ ઈશ્યૂ કરાવી આપ્યો. પરિવારના સભ્યનું અમેરિકામાં અવસાન થતાં તેમની અંતિમવિધિમાં સામેલ થવા બે દીકરીઓને તાત્કાલિક યુએસ જવુ હતું. તેથી તેઓએ મદદ માટે પાસપોર્ટ ઓફિસ પહોંચી. જેમાં તેમને માત્ર 2 કલાકમાં પાસપોર્ટ મળી પણ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલાની આ ઘટના છે. અમદાવાદમાં રહેતા પ્રતિકના પિતા ગોપાલભાઈ પરીખનું અમેરિકામાં 1 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેથી પ્રતિકભાઈને તાત્કાલિક અમેરિકા જવાનું હતું. પરંતુ આ આડે પાસપોર્ટનો ઈશ્યુ આવ્યો હતો. કારણ કે, પ્રતિકભાઈની દીકરીઓના પાસપોર્ટ તૈયાર ન હતા. એક દીકરી પ્રિશાનો પાસપોર્ટ છ મહિનામાં એક્સપાયર થઈ રહ્યો હતો, જ્યારે બીજી દીકરી દિવિશા પાસે પાસપોર્ટ જ ન હોતો. આ જાણ થતા જ પ્રતિકભાઈ મુંઝાયા હતા. તેથી કોઈ સ્વજને તેઓને ઈમરજન્સી વિઝા ઈશ્યુ થઈ શકે છે તેવી સલાહ આપી હતી.  


કેનેડામાં વિઝિટર વિઝા પર બિઝનેસ કરી શકાશે કે નહિ? મોટાભાગના ગુજરાતીઓ કરે છે આ ભૂલ


આ સલાહને માનીને તેઓ સીધા અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. અહી તેમને સાક્ષાત ભગવાન મળ્યા હોય તેવો અહેસાસ થયો હતો. તેઓએ વિચાર્યુ પણ ન હતું કે, માત્ર 2 કલાકમાં તેઓની દીકરીને પાસપોર્ટ મળી જશે. તેઓએ ઓફિસમાં પોતાની દ્વિઘઆ જણાવી હતી. જેથી રિજનલ પાસપોર્ટ ઓફિસર વ્રેન મિશ્રાએ તેમની સમસ્યા સમજીને બંને દીકરીઓનો પાસપોર્ટ ઝડપથી ઈશ્યૂ કરવા પોતાના સ્ટાફને આદેશ આપ્યો. આદેશ મળતા જ તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમના પાસપોર્ટ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


માનવતા શર્મશાર કરતી ઘટના , દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં ન થવા દીધા


આખો સ્ટાફ પ્રતિકભાઈની મદદે લાગ્યો હતો. આખરે બપોર સુધીમાં તેમની બંને દીકરીઓના પાસપોર્ટ ઈશ્યુ થઈ ગયા હતા. આ બાદ પ્રતિકભાઈએ પાસપોર્ટ ઓફિસર તથા સ્ટાફનો આભાર માન્યો હતો. બંને માઈનોર એપ્લિકન્ટના બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર હોવાથી તેમને ઈમરજન્સીમં પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં કોઈ સમસ્યા નહોતી થઈ. માત્ર બે જ કલાકમાં બંને બાળકીના પાસપોર્ટ પ્રિન્ટ કરીને તેમના પિતાને આપી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં હાલ નોમર્લ પાસપોર્ટ માટે દોઢ મહિના સુધી જ્યારે તત્કાલ પાસપોર્ટ માટે ૨૪ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.


જામનગરમાં સગીર સાથે રેગિંગ : ન્હાવા જતો તો બાથરૂમની લાઈટ બંધ કરી દેવાતી