Gujarat Election 2022: ગુજરાતની આ બેઠક પર વિવાદોના વંટોળ વચ્ચે ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો શું બની રહ્યા છે રાજકીય સમીકરણો?
Gujarat Election 2022: પાટણ વિધાનસભા સીટ પર ભાજપના જ કેટલાક આગેવાનોએ તેમની દાવેદારી નોંધાવી હતી અને તે પૈકીના જ એકને ટીકીટ મળશે. જેની આશાઓ રાખીને બેઠા હતા
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ વિધાનસભા સીટ પર ઘણા વિવાદોના વંટોળ વચ્ચે શિક્ષિત મહિલાને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે પાટણમાં વિકાસના કામો તો થયા છે અને જે અધૂરા રહ્યા છે તેને પૂર્ણ કરવાનાં દ્રઢ વિશ્વાસ સાથે પ્રજા સમક્ષ જઈશું અને પ્રજા ચોક્કસથી તેમના આશીર્વાદ આપશે તેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પાટણ વિધાનસભા સીટ પર ભાજપના જ કેટલાક આગેવાનોએ તેમની દાવેદારી નોંધાવી હતી અને તે પૈકીના જ એકને ટીકીટ મળશે. જેની આશાઓ રાખીને બેઠા હતા, પણ છેલ્લી ઘડીયે તે આશાઓ પર પાણી ફરી વાળ્યું અને છેલ્લી ઘડીયે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા શિક્ષિત અને રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય તરીકે રહી ચૂકેલ ડૉ. રાજુલ દેસાઈ પર ભાજપ પક્ષ દ્વારા કળશ ઢોળવામાં આવ્યો છે. ત્યારે રાજુલ દેસાઈ પાટણ જિલ્લાના કંબોઇ ગામ તેમનું મૂળ વતન છે. તો તેમના શિક્ષણ અને જીવનની કાર્યશૈલી પર નજર કરીયે તો ડૉ. રાજુલ દેસાઈ પી. એચ. ડીનો અભ્યાસ કરેલ છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રહી ચૂકેલા છે તો બનાસકાંઠાના ડીસા ખાતે લૉ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવે છે. સાથે ભાજપ પક્ષમાં પણ અનેક જવાબદારી પણ નિભાવેલ છે. એવા શિક્ષિત અને મહિલા શસક્તિ કરણના પાયાને મજબૂતીથી આગળ ધાપાવનાર ડૉ રાજુલ દેસાઈને પાટણમાં ટીકીટ આપવામાં આવી છે.
ઝી 24 કલાકની ટીમે તેમની મુલાકાત કરી હતી. જેમાં રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રથમ તો ભાજપના શિષ નેતૃત્વ દ્વારા જે મારા પર વિશ્વાશ મૂકી મને પાટણ બેઠક પર ટીકીટ આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તો સાથે પાટણમાં વિકાસના કામો થયા છે અને જે અધૂરા રહ્યા છે તેને પૂર્ણ કરવાનાં પ્રયાસ કરશું.
તો પાટણમાં આવેલ વિશ્વ વિરાસતમાં સ્થાન પામનાર રાણકી વાવ, વીર મેંઘમાયા જે ઐતિહાસિક પાટણનો વારસો જેનો વિકાસ કેન્દ્રની સરકારને આભારી છે તો આ વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધવું એ અમારો લક્ષ્ય રહેશે. વધુમાં પાટણ બેઠક પરથી જયારે એક શિક્ષિત ચેહરા સાથે જયારે એક મહિલા મેદાનમાં ઉતરે છે અને પ્રજાનો વિશ્વાસ માંગે છે ત્યારે પ્રજા ચોક્કસ તેમના આશીર્વાદ આપશે અને જંગી બહુમતીથી જીત હાંસલ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube