Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણમાં બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળે દશાબ્દિ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આયોજન પાટણમાં જ કરવામાં આવ્યું. આ મહોત્સવ દરમિયાન સર્વાઈકલ કેન્સરની રસી, મહિલાઓને ગર્ભાશયના થતા કેન્સરને અટકાવવા માટેનું સ્કેનિંગ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી નોકરી મેળવનાર દીકરી અને દીકરાનું સન્માન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે 125 મણનો એક્તા લાડુ બનાવીને પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો. આ લાડુનો પ્રસાદ સમાજના તમામ ઘરે અને દેશ વિદેશમાં રહેતા લોકોને પહોચાડવામાં આવશે આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા દશાબ્દિ મહોત્સવ -2024 નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ત્રણ જિલ્લાના 53 ગામના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉજવણીના ભાગ રૂપે સર્વાઈકલ કેન્સરની રસી, મહિલાઓને ગર્ભાશયના થતા કેન્સરને અટકાવવા માટેનું સ્કેનિંગ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. 


મેરેજ ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશ


દીકરા-દીકરીઓનું સન્માન કરાયું
આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના 125 દીકરી, દીકરાનું સન્માન કરાયું હતું, જેઓએ સરકારી નોકરી મળી છૅ. આ પ્રસંગે બનાવાયેલો એકતા લાડુ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. જેમાં સમાજના ઘરે ઘરેથી એક મુઠી ધાન ઉઘરાવી 125 મણનો એકતા લાડુ બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 


વિદેશમાં રહેનારાઓને મોકલાશે પ્રસાદ
બેતાલીશ લેઉવા પાટીદાર યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે, આ લાડુનો પ્રસાદ સમાજના તમામ ઘરે અને દેશ વિદેશમાં રહેતા તમામ લોકોને પહોંચાડવામાં આવશે. સાથે જ સમાજમાં રહેલ વ્યસનરૂપી દુષણોને નાથવા માટે વ્યસન મુકત બનવા માટે સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ,ડૉ. વલ્લભ ભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવા મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી


પાટીદાર સમાજ હાલ સમાજસુધારણના રાહ પર
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પાટીદાર સમાજ દ્વારા વિવિધ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. પાટીદાર સમાજ હવે ક્રાંતિના રાહે છે. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરીને સમાજની વર્ષો જૂની સમસ્યાઓથી નિજાત મેળવી શકાય. ત્યારે હાલ સમાજમાં અનેક નવા બદલાવ કરવામા આવ્યા છે. આ માટે કુરિવાજોને બદલવા માટે હવે પાટીદાર સમાજે કમર કસી છે.


ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોત


હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી