Loksabha Election : લોકસભા માટે હાલ દરેક પાર્ટીના ઉમેદવાર પ્રચાર કરી રહ્યાં છે. આવામાં પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જાહેરમાં ન બોલવાનુ બોલી ગયા હતા. ચાણસ્માના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરમાં ગ્રાન્ટમાં કટકી મામલે એવું નિવેદન આપ્યુ કે બરાબરના ફસાયા. ત્યારે લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાંસદના ગ્રાન્ટમાં કટકી પર રાજકારણ આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સાંસદો ટકાવારી લે છે?
સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે ભરતસિંહ ડાભીએ વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતું કે, ડેલિકેટ, સરપંચ કે આમ નાગરિક હોય કોઈ જોડે મેં ટકાવારી માંગી નથી. તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સાંચવી આ હોદાને ન્યાય અપાવ્યો છે. આમ, ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે. તેમનું નિવેદન સવાલ કરે છે કે, શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? એવુ તો શું થયું કે ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરવો પડ્યો. 


ભાજપમાં ભડકો જોઈને ગેલમાં આવ્યું કોંગ્રેસ, તો ભાજપે આપ્યો કોંગ્રેસના ટનાટનનો જવાબ


ગુજરાતમાં કોરોના કરતા પણ ખરાબ સ્થિતિ, સ્વાઈન ફ્લૂના રેકોર્ડ બ્રેક કેસ માત્ર 3 મહિનામ


કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા બાદ વિજાપુરમાં વિરોધ ઉઠ્યો

  • કમલમમાં પાટીલનો ક્લાસ, એક સવાલ પર ચૂપ રહ્યાં નેતાઓ, કોઈ કંઈ ન બોલ્યું