ભાઈ-ભત્રીજીની હત્યા કરનાર બહેનનો હચમચાવી દે તેવા ખુલાસા, ‘ભાઈને ધીમે-ધીમે મરતો જોવો હતો’
પાટણનો ડબલ મર્ડર કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક બહેન પોતાના ભાઈ અને ભત્રીજીને સાત મહિનાથી રોજ ધતૂરાના ઝેરથી ધીમુ મોત આપી રહી હતી, જેને કારણે આખરે એક દિવસ બંનેએ દમ તોડ્યો હતો. ભાઈ-ભત્રીજીનું મોત એક જ સરખી રીતે અને ટૂ્ંક સમયના ગાળમાં જ થતા બહેન કિન્નરી પટેલનો ભાંડો ફૂટ્યો હતો. જેના બાદ ખુદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કિન્નરીએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
દિપ્તી સાવંત/અમદાવાદ :પાટણનો ડબલ મર્ડર કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક બહેન પોતાના ભાઈ અને ભત્રીજીને સાત મહિનાથી રોજ ધતૂરાના ઝેરથી ધીમુ મોત આપી રહી હતી, જેને કારણે આખરે એક દિવસ બંનેએ દમ તોડ્યો હતો. ભાઈ-ભત્રીજીનું મોત એક જ સરખી રીતે અને ટૂ્ંક સમયના ગાળમાં જ થતા બહેન કિન્નરી પટેલનો ભાંડો ફૂટ્યો હતો. જેના બાદ ખુદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કિન્નરીએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
બહેન 7 મહિનાથી ભાઈ-ભત્રીજીને ગ્લુકોઝમાં ધતૂરાનું ઝેર મિક્સ કરીને પીવડાતી હતી, હત્યાનો ભેદ ઉકેલાયો
ડેન્ટલનો અભ્યાસ કરનાર કિન્નરી પટેલ ગૂગલમાં સર્ચ કરીને ધતૂરાના ઝેરની માહિતી મેળવી હતી. સાત મહિના સુધી ભાઈ જિગર પટેલ અને તેની 14 મહિનાની બાળકી માહી પટેલને તે ગ્લુકોઝમાં ધતૂરાનું ઝેર મિક્સ કરીને પીવડાવતી હતી. જેને કારણે 5 મેના રોજ જિગર પટેલે દમ તોડ્યો હતો. તેના 25 દિવસ બાદ એટલે કે 30 મેના રોજ માહીનું પણ મોત થયું હતું. તેણે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે, તેણે ભાઈને ધીમુ ઝેર એટલા માટે આપ્યું હતું કે, તે ભાઈને ધીમે ધીમે મરતા જોવા માંગતી હતી, તેથી તેણે આવું પગલુ ભર્યું હતું. તે સતત ભાઈને પૂરતુ પાણી પીવાની સલાહ આપતી હતી ખુદ પાણીમાં ગ્લુકોઝની સાથે ધતૂરાનુ ઝેર મિક્સ કરતી. હોંશેહોંશે બહેનના હાથે પાણી પીતા ભાઈને શું ખબર
હતી કે, તેને બહેનના પ્રેમના રૂપે મોત મળી રહ્યું છે. આ મોત માત્ર એને જ નહિ, પણ તેની નાનકડી માહીને પણ મળી રહ્યું છે.
ઘરમાં ઉપરાઉપરી બે મોત બાદ પણ ખિલખિલાટ હસતી કિન્નરીને જોઈને તેના પિતાને શંકા ગઈ હતી. જેથી તેઓએ કિન્નરીને પૂછતા તેણે ભાઈ-ભત્રીજીના મોત કર્યા હોવાનું કબૂલ્યુ હતું. જે જાણીને પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કિન્નરી જ્યારે કબૂલાત કરી હતી ત્યારે તેના પિતા અને પિતરાઈ ભાઈએ તેનો વીડિયો ઉતાર્યો હતો, અને તે આધારે પોલીસને ફરિયાદ કરી હતી.
પોલીસે મૃત માહીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
તમારી ધારણા કરતા વધુ ખતરનાક છે ધતૂરાના બીજ, જેનાથી પાટણમાં એક બહેને ભાઈ-ભત્રીજીને આપ્યું મોત
ભાભીને પણ આવું જ ઝેરી પાણી પીવડાવતી
કિન્નરીએ પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, ભાઈ જિગરભાઇને હું અવારનવાર ધતુરાનાં ફૂલનાં બીજ પાણીમાં ઉકાળીને ગ્લુકોઝમાં ભેળવીને આપતી હતી. તેથી તે પહેલા જ ગાંડા જેવા થઇ ગયા હતા. આ સિવાય જ્યારે તે કલાણા ગયા તે વખતે પણ તેમની બોટલમાં આ જ પાણી હતું. જ્યારે તેમને ખાટલામાં સુવડાવ્યાં હતા તે દરમિયાન પણ તેમના મોંમાં ઝેરી દવાની કેપ્સુલ મુકી દીધી હતી. ભૂમિ ભાભીને પણ આવું જ પાણી પીવડાવતી હતી. માહી ઘોડિયામાં સૂતી હતી ત્યારે તેના મોઢામાં મે ઝેરી દવા મુકી દીધી હતી.
શું મિલકત માટે કિન્નરીએ આવું કર્યું
કિન્નરી પટેલે ઉદયપુરમાંથી બીડીએસ ડેન્ટલ કર્યું છે. તે અત્યંત બિન્દાસ લાઈફસ્ટાઈલ જીવતી હતી. ત્યારે એક પ્રશ્ન એમ પણ ઉભો થાય છે કે, શું કિન્નરીએ મિલકત માટે આવું કૃત્ય કર્યું છે. શું તે ભાઈનો વંશ પૂરો કરવા માંગતી હતી, જેથી તેણે ભાઈ-ભાભી-ભત્રીજીને ઝેર આપી રહી હતી.
રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ
ડાબેથી પ્રથમ મરનાર માહી પટેલ, મર્ડર કરનાર કિન્નરી પટેલ અને અંતિમ તસવીરમાં ભાઈ જિગર પટેલ
ભાઈ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ગાડી ન આપી
પોલીસ ફરિયાદ મુજબ, 5 મેના સમગ્ર પરિવાર કુળદેવીના દર્શને ગયો હતો, જ્યાં જિગરને અચાનક બગડી ગઈ હતી. ત્યારે તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવાનુ હતું, તો તેણે કારની ચાવી કિન્નરીને આપી છે તેવુ કહ્યું હતું. પણ કિન્નરીએ પોતાની પાસે ચાવી નથી તેવું કહી દીધું હતું. જિગર જ્યારે મોત સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે કિન્નરી તેની નસ તપાસવાનું ખોટુ નાટક કરી રહી હતી. આમ, ભાઈને મોતના મુખે પહોંચાડવા પ્રયાસો કરવામાં તેણે કંઈ જ બાકી રાખ્યુ ન હતું.
માહીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
જિગરના તો તાત્કાલિક અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા, તેથી પોલીસે દફનવિધી કરેલ માહીની લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જેથી તેનુ મોત કેવી રીતે થયું છે તે અંગેનો ખુલાસો થઈ શકશે.