સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ, શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ, બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!
પાટણમાં સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાટણની બજારો બેટમાં ફેરવાય છે.
પાટણઃ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. ઉત્તરના તમામ જિલ્લામાં અનરાધાર વરસાદથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. વાત પાટણ જિલ્લાની કરીએ તો પાટણમાં અવિરત વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે. પાટણના કેવા છે હાલ?, જુઓ આ અહેવાલમાં..
સામાન્ય વરસાદમાં જ પાણી પાણી પાટણ
શહેરના તમામ વિસ્તાર પાણીમાં ડૂબ્યા
શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું થયું બંધ
પાટણના બજાર બેટમાં ફેરવાયા
બસ સ્ટેશનમાં બસો પાણીમાં ડૂબી!
આ પણ વાંચોઃ શું આવા બ્રિજ પર દોડશે મેટ્રો? સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો
ગુજરાતની પૌરાણિક રાજધાની, ઐતિહાસિક નગર પાટણ પાણી પાણી થયું છે. એટલું પાણી પાટણમાં ભરાયું છે કે શહેર જાણે તરવા લાગ્યું છે. તમામ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. સતત બે દિવસથી મુશળધાર વરસાદથી પારેવા સર્કલથી ખલકસાપીર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આખો રોડ નદી જેવો થઈ જતાં આસપાસની સોસાયટીઓમાં જળબંબાકાર થઈ ગયું છે.
પારેવા સર્કલ થયું પાણી પાણી
સતત બીજા દિવસે મુશળધાર
રોડ પરથી વહી નદીઓ
શહેરનું પ્રવેશદ્વાર કહેવાતું રેલવે ગરનાળું ભારે વરસાદથી ભરાઈ ગયું છે. જેના કારણે શહેરમાંથી બહાર જવાનો અને બહારથી શહેરમાં જવાનો સંપર્ક કપાઈ ગયો છે. રાહદારીઓ જીવના જોખમે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે.
પાટણનું પ્રવેશદ્વાર થયું બંધ
ગરનાળું પાણીમાં ગરકાવ
વાહનચાલકોને ભારે હાલાકી
આ પણ વાંચોઃ દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ
હવે આ પાટણનું બજાર જુઓ શહેરનું ઝવેરી બજાર, ફુલ બજાર બેટમાં ફેરવાઈ ગયા છે. અધધ પાણીથી વેપાર ધંધાને માઠી અસર પડી છે.
ઝવેરી બજાર પાણી પાણી
ફુલ બજાર બેટમાં ફેરવાયું
વેપાર-ધંધા થયા ઠપ્પ
પાટણનો આ રામનગર વિસ્તાર જુઓ.આખો વિસ્તાર જાણે સરોવર બની ગયો છે...પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આટલું પાણી હોવા છતાં પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રામનગરમાં પાણી જ પાણી
લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી
પાલિકા સામે પ્રજાનો રોષ
આ છે પાટણનો પોસ કહેવાતો આનંદ સરોવર વિસ્તાર. શહેરની નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આપતા આ વિસ્તારની સોસાયટીઓના હાલ બેહાલ થઈ ગયા છે. આખો વિસ્તાર જાણે સમુદ્ર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી કોઈ ખાલી જગ્યા બચી નથી જ્યાં પાણી ભરાયેલું ન હોય....
આનંદ સરોવરમાં પાણી જ પાણી
વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી
સોસાયટીમાં ઘૂસ્યા વરસાદી પાણી
આ પણ વાંચોઃ વરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ 'ખાડા'માં સમાયો, રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડા
પાટણ શહેર ઉત્તર ગુજરાતનું એક મહત્વનું શહેર છે. પૌરાણિક સમયે આ શહેર રાજ્યનું રાજધાની હતું. જે શહેરની નગર રચના વિશ્વ વિખ્યાત હતી તે જ શહેરના હાલ કેટલા બેહાલ છે તે તમે જોયું. તમે પાટણનું આ તરતું બસ સ્ટેશન પણ જોઈ લો. આખો બસ ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુસાફરોને બસમાં બેસવા માટે પાણીમાં થઈને જવું પડી રહ્યું છે. તો જ્યાં પાણી નથી ભરાયું ત્યાં કાદવ-કિચડે સામ્રાજ્ય જમાવી દીધું છે. જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
પાણીમાં તરતું પાટણ બસ સ્ટેશન
બસ ડેપોમાં નજર કરીએ ત્યાં પાણી
મુસાફરો થયા હેરાન પરેશાન