ગુજરાતને શર્મશાર કરતી ઘટના, તાલિબાન પણ ન આપે તેવી સજા પાટણમાં એક યુવતીને પ્રેમ કરવા માટે અપાઈ
એક તરફ ગુજરાત સરકાર (gujarat government) વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા વિકાસની વાતો કરે છે, અને બીજી તરફ ગુજરાતમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જે તાલિબાનોને પણ સારા કહેવડાવે. પાટણ શહેરમાં એક મહિલા સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે. પ્રેમી સાથે ભાગી જવાથી મહિલાને તાલિબાન પણ ન આપે તેવી સજા વિકાસશીલ ગુજરાતમાં આપવામાં આવી. પાટણના હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીર યુવતીનું મોઢું કાળું કરાયું. એટલુ જ નહિ, તેનુ મુંડન કરીને માથા પર ગરમ દેવતા મૂકી આખા વસાહતમાં ફેરવાઈ હતી. વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા મહિલાને તાલિબાની સજા આપવાની આ ઘટના અમાનવીય છે. યુવતીને ગામમાં ફેરવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી, અને 20 જેટલા લોકોને પકડવામાં આવ્યા છે.