અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસને લઈને ઊંઝા શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા થાળી-વેલણ લઈને સરકારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ મુખ્ય બજારમાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જય સરદાર જય પાટીદારના  અને સરદાર લડે ગોરો સે હમ લડેગે ચોરો સેના નારા લગાવ્યા હતા. આ રેલી ઊંઝાના ગાંધીચોકથી નીકળી હતી અને શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. ત્યારે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ટાયરો સળગાવવામાં આવ્યા હતા. પોલીસે અસામાજિક તત્વોને પકડવાની કાર્યવાહી કરતાં 5 લોકોની અટકાયત કરી છે. આ મામલે ઉંઝા પોલીસે તાત્કાલિક એક્શન લીધા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ વીડિયોઃ મહિલાઓએ થાળી-વેલણ વગાડીને હાર્દિક પટેલનું કર્યું સમર્થન


તો પાટણમાં પણ થાળી વેલણ વગાડી મહિલાઓએ હાર્દિક પટેલના ઉપવાસનું સમર્થન કર્યું હતું. પાટણની ઝીણી પોળ ખાતે આવેલા રામજી મંદીર ખાતે પાટીદાર મહીલાઓ એકત્રીત થઈ હતી. રામજી મંદિરે આરતી કરી હતી અને બાદમાં થાળી વેલણ વગાડી હાર્દિકનું સમર્થ કર્યું હતું. તો બીજીતરફ સુરત, ભાયાવગર સહિત ઘણી જગ્યાએ મહિલાઓએ થાળી વેલણ વગાડીને હાર્દિકનું સમર્થન કર્યું હતું.