દીકરી યુક્રેનથી સહીસલામત પરત આવતા પરિવારે ફટાકડા ફોડી સ્વાગત કર્યું
યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ છે. જોકે, ઓપરેશન ગંગા અંતગર્ત વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે પાટણની એક વિદ્યાર્થીની પરત વતન આવતા વાલીઓ, સહિત સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રેમલ ત્રિવેદી/પાટણ :યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ છે. જોકે, ઓપરેશન ગંગા અંતગર્ત વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે પાટણની એક વિદ્યાર્થીની પરત વતન આવતા વાલીઓ, સહિત સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
યુક્રેનથી દિલ્હી આવેલી પાટણની જ્હાન્વી મોદી આજે પરત ગુજરાતમાં પોતાના ઘેર પાટણ આવી પહોંચી હતી. ત્યારે સોસાયટીના રહીશો અને પરિવારે ફટાકડા ફોડી આરતી ઉતારી કેક કાપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્હાન્વીના માતાપિતા તેને જોતા જ ભેટી પડ્યા હતા અને હૃદયને સ્પર્શી જાય તેવા ભાવસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ઝી 24 કલાકની ટીમે જ્હાન્વી સાથે મુલાકાત કરી હતી અને યુક્રેનથી ભારત પરત આવવા સુધીના સફરની માહિતી મેળવી હતી.
આ પણ વાંચો : રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા
જ્હાવન્વીએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાની સાથે જ પ્રથમ એલાર્મ વાગતા જ અમને અલર્ટ કરી દેવાયા હતા. જે સ્થળ પર અમે રહેતા હતા તે સ્થળથી તમામ જરૂરિયાતી સામગ્રી લઇને જગ્યા છોડી દેવાનું કહેવામાં આવ્યુ હતું. જેથી અમે તમામ સાધન સમગ્રી લઈને બહાર નીકળી ગયા હતા. અહીંથી અમને ગ્રુપ સાથે બોર્ડર તરફ જવાનુ કહેતા અમે ત્યાંથીગભરાયેલ હાલતમા ચાલતા આગળ બોર્ડર તરફ જવા નીકળ્યા હતા. તેવામાં ફાયરિંગ શરૂ થતા નજીક આવેલ બંકરમાં જીવ બચાવવા માટે આશરો લીધો હતો. ત્યાં પણ ખૂબ જ બીક લગતી હતી. પણ હિંમત રાખીને પણ બોર્ડર તરફ આગળ વધ્યા હતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ બોર્ડર સુધી પહોંચી જઈને તેને પાર કરી હતી.
આ પણ વાંચો : દૂધના ભાવ વધારા પર એક બાળકીએ કાલીઘેલી ભાષામાં કરી પીએમ મોદીને અપીલ, કહ્યું કે...
આ સમયે જ્હાન્વી અને તેની એક મિત્ર બંને બોર્ડર પાર કરવામા સફળ રહ્યા હતા. તે કહે છે કે, ત્યાર બાદ એમ્બેસી દ્વારા તમામ પ્રકારની મદદ કરી હતી અને ખૂબ જ સારી સગવડ સાથે આજે હું ઘરે પહોચી છું. જેનો ખૂબ જ આનંદ છે. તો જ્હાન્વીએ તેને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ સરકારનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ અભ્યાસ અધૂરો છોડીને પરત આવી ગયા તો અભ્યાસનું ટેન્શન પણ વ્યક્ત કર્યુ. તેણે કહ્યુ કે, હવે અહીં નવેસરથી અભ્યાસ કરવો પડશે. નહિ તો જ્યાં સુધી યુક્રેનની સ્થિતિ સારી ન થાય ત્યા સુધી રાહ જોવી પડશે. એટલે ત્યા સુધી અભ્યાસ અધૂરો રહેશે. હવે અમે ચિંતામાં છીએ કે, આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય લે તે અમારા માટે અગત્યનું છે.