યુનિવર્સિટી છે કે કૌભાંડોનો અખાડો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં વધુ એક કૌભાંડનો પર્દાફાશ
- MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડની તપાસ પણ નથી થઈ ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું
- વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરવામાં આવે છે
પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. MBBS બાદ હવે કોરી ઉત્તરવહીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના વિષયની પરીક્ષામાં કૌભાંડ મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોરી ઉત્તરવહી સામે આવી છે. જેના પરથી સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો છે.
વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કંઈ જ ન લખ્યું હોય તેમ છતા તે પાસ થઈ જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે કે પછી કૌભાંડોનું એપીસેન્ટર. કેટલા સમયથી ચાલી રહ્યું હતું આ કોરી ઉત્તરવહીથી પાસ કરવાનું કૌભાંડ..શું આવી રીતે જ તમામ પરીક્ષામાં થાય છે કૌભાંડ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોમ ભણાવે છે કૌભાંડના પાઠ. કૌભાંડમાં કોની કોની સંડોવણી છે. હજુ તો MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડની તપાસ પણ નથી થઈ ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા શિક્ષણ અંગે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મંદિરમાં જશો તો કોરોના થશે, અને બીચ પર નહિ થાય.... આવુ કેવું?
બે દિવસ પહેલા પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી. આ માટે તપાસ કરવા યુનિ.એ ખાસ સમિતિની રચના કરી હતી. સમિતિના રિપોર્ટ મુજબ, 10 વિદ્યાર્થીઓના મુલ્યાંકનમાં ફેરફાર થયા છે. જેમાં 3 વિદ્યાર્થીઓના નામ ખૂલ્યા હતા. આ 3 વિદ્યાર્થીઓના પુનઃ મુલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી. ત્રણેય વિદ્યાર્થીઓની જવાબવહીમાં પુનઃ મુલ્યાંકન કરનાર નિરક્ષરની સહી તેમાં ન હતી. બ્લોક સુપરવાઈઝરના રિપોર્ટમાં જે બેઠક નંબર દર્શાવ્યા તે નંબર ઉત્તરવાહી કરતા જુદા પડે છે. જેમાં 392 નંબરના વિદ્યાર્થીનું નામ પાર્થકુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી છે. આ મામલે ખુલાસો થયો કે, પાર્થના માતા હર્ષાબહેન મહેશ્વરી પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે. તેમજ હર્ષાબેન પાલનપુર પાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા પણ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી
એમબીબીએસના કૌભાંડ બાદ કુલપતિના રાજીનામાની માંગ ઉઠી હતી. જેજે વોરાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જોકે, MBBS કૌભાંડ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. યુનિ.ના કુલપતિ જેજે વોરાને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. ત્યારે તેઓ ગાંધીનગર ખાતે જુના સચિવાલય, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ભારે ચર્ચાસ્પદ બનેલ MBBS કૌભાંડ મામલે શિક્ષણ વિભાગમાં ચર્ચા થઈ હતી.