પાટણમાં ભયાનક હિટ એન્ડ રન : પૂરપાટ દોડતી કારે બાંકડે બેસેલા વૃદ્ધને કચડ્યા, એકનું મોત
Patan Hit And Run : પાટણના લીલીવાડી વિસ્તારમાં બેકાબુ કારે વૃદ્ધને લીધા અડફેટે.... બોકડા પર બેઠેલા 5 જેટલા વૃદ્ધોને મારી ભયાનક ટક્કર.......અકસ્માત સર્જી બેકાબૂ કાર ચાલક થયો ફરાર......અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.... જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા...
Patan Accident News : પાટણમાં બેકાબુ કારે અકસ્માત સર્જીને પાંચ વૃદ્ધોને ઘાયલ કર્યા હતા. પૂરપાટ ઝડપે આવતી કારે 5 વૃદ્ધોને અડફેટે લીધા હતા. હાઈવે પર ગોગા મહારાજના મંદિર પાસે બેસેલા વૃદ્ધોને કારે કચડ્યા હતા. બાંકડા પર બેઠેલા 5 સિનિયર સિટીઝનો પર કાર ચડાવી દીધી, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. તો 4 ઇજાગ્રસ્ત થયા છે. તેમજ એક વૃદ્ધનો એક પગ કપાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણમાં બેકાબુ કારે ભારે ગંભીર અકસ્માત સર્જયો હતો. પાટણ હાઇવે વિસ્તાર પર આવેલ લીલીવાડી વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. હાઇવે પર આવેલ ગોગા મહારાજના મંદિર પાસે મૂકાયેલા બાંકડા પર કેટલાક વૃદ્ધો બેસીને વાતચીત કરતા હતા. હાઇવે પરથી પૂર ઝડપે આવતી બેકાબુ કારે વૃદ્ધને કચડ્યા હતા. બોકડા પર બેઠેલા 5 જેટલા વૃદ્ધોને મારી ભયાનક ટક્કર મારી હતી. આ ટક્કરમાં બેકાબૂ કારની ટકકરે 1 નું મોત નિપજ્યુ છે. તો અન્ય 1 વૃદ્ધનો પગ કપાયો છે. તેમજ અન્ય ત્રણ ઘાયલ થયા છે.
અકસ્માત સર્જી બેકાબુ કાર ચાલક ફરાર તયો છે. ઘટના સ્થળે અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.