`ઓ...મા...ઓ...મા...મારો છોકરો, પાટણમાં માતાના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન, ખેલાયો ખૂની ખેલ
મામા અને તેમના ત્રણ દીકરાઓએ મળી સગા ભાણાનું તીક્ષણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભર બજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી ગયા હતા.
પાટણ: શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં એક જ પરિવારમાં ચાલી રહેલ પારિવારિક ઝઘડાનો અંત છેવટે હત્યા સુધી પહોંચ્યો છે. મામા અને તેમના ત્રણ દીકરાઓએ મળી સગા ભાણાનું તીક્ષણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભર બજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી ગયા હતા.
આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સઘળી વિગતો મેળવીને લાશનું પંચનામું કરી મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી. બાદમાં મૃતક વ્યક્તિના માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શું હતો સમગ્ર બનાવ?
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં પ્રકાશ પટ્ટણી જેઓ તેમની રીક્ષા લઇ ઉભા હતા, તે દરમ્યાન તેમના મામા રમેશ ભાઈ અને તેમના ત્રણ દીકરા વિશાલ પટણી, રોહિત પટણી, રાજેશ પટણીએ અગાઉની જૂની અદાવત રાખી છરી અને ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભર બજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળ્યા હતા. આ મામલે પાટણ શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા અંગેની તમામ વિગતો મેળવી હતી. ત્યારબાદ મૃતકની લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, અને મૃતકની માતા સવિતા બેનની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે આસપાસ વિસ્તારમાં લાગેલ સીસીટીવી અંગે તપાસ કરતા એક સીસીટીવી ફૂટેજમાં હત્યા અંગેના ફૂટેજ મળ્યા હતા. તે ફૂટેજ પોલીસે કબ્જે કરી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરુ કરી છે.
સમગ્ર હત્યાની ઘટના પારિવારિક ઝઘડામાં બની છે. જેમાં સગા મામા અને તેમના ત્રણ સંતાનોએ તીક્ષ્ણ હથિયાર વડે ભરબજારમાં પોતાના ભાણેજનું ઢીમ ઢળી દીધું હતું. ઘટનામાં બહેને સગા ભાઈ અને ત્રણ ભત્રીજા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે કળયુગમાં પારિવારિક સબંધોમાં ઘર કંકાસ થતા હત્યા સુધી મામલો પહોચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube