પાટણમાં શિક્ષકે વિદ્યાર્થીને આપી તાલિબાની સજા! વિદ્યાર્થીને બીજા માળેથી ઉંધો લટકાવી લાફા માર્યા, બરડામાં સોળ પડ્યા
ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી મસ્તી કરતા શિક્ષક મયંક પટેલે બાળકને માર માર્યો હતો. વિદ્યાર્થીને શરીર પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીને માર મરાતા વાલીઓમાં રોષ ભભક્યો છે. વાલીઓએ સ્કૂલ મંડળને લેખિત ફરિયાદ આપી છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણની એમ.એન. સ્કૂલમાં શિક્ષકની બર્બરતા સામે આવી છે. મસ્તી કરતાં બાળકને શિક્ષકે ક્રૂર સજા આપી છે જેના કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. શિક્ષકે વિદ્યાર્થીને બીજા માળની પાળી પર ઊંધો લટકાવી તેના પગ દબાવી લાપટો મારતાં બરડામાં નિશાન પડ્યા હતા. ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી મસ્તી કરતા શિક્ષક મયંક પટેલે બાળકને માર માર્યો હતો. વિદ્યાર્થીને શરીર પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીને માર મરાતા વાલીઓમાં રોષ ભભક્યો છે. વાલીઓએ સ્કૂલ મંડળને લેખિત ફરિયાદ આપી છે.
શહેરની એક શાળામાં મસ્તી કરતા ધોરણ 8 વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવતા વાલી દ્વારા ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત અંગે આચાર્ય દ્વારા શિક્ષકની પ્રવૃત્તિ બદલ તપાસ કરી મંડળ સમક્ષ રિપોર્ટ મૂકી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. શિક્ષક બનાવને પગલે શાળામાંથી રજા પર ઉતરી ગયા હતા.
શહેરની શ્રી.શેઠ.એમ.એન હાઇસ્કુલમાં ધોરણ.8 માં અભ્યાસ કરતા રાવળ સોહિલ નામના વિદ્યાર્થીને ગુરુવારે વર્ગમાં મસ્તી કરવા મામલે શિક્ષક મયંક પટેલ દ્વારા ઠપકો આપવાના બદલે ઢોર માર મારવામાં આવતા બાળકે ઘરે જઈ પરિવારને જાણ કરતા વાલી રોસે ભરાઈ શાળામાં આવી આચાર્યની ઓફિસમાં શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થી મસ્તી કરતો હોઈ જે મામલે શિક્ષકે ઠપકો આપવાની જગ્યાએ વિદ્યાર્થી પર શિક્ષકે બરાબરનો ગુસ્સો ઠાલવી બરડાના ભાગે સોળ પડી જાય તે પ્રકારનો ઢોર માર મારતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીને પુછાતા તેને જણાવ્યું હતું કે શાળામાં અન્ય એક વિદ્યાર્થીએ મોબાઇલમાં sms કોઈ વિધાર્થીને કર્યો હતો, પણ તેમાં મારું નામ આવ્યું અને તેને લઇ શિક્ષકે મને ખોટી રીતે ઢોર માર માર્યો છે તેમ જણાવ્યું હતું.
આ અંગે શાળાના આચાર્યને પુછાતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપી છે. જે શાળા મંડળને આપી બન્ને પક્ષને સાંભળીને ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.