પ્રેમલ ત્રિવેદી/પાટણ :ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોખંડી શીરાનો વીડિયો વાયરલ થયો છે. જે જોતા જ હસી હસીને બેવડ વળી જવાય છે. ઉત્તરાયણ (uttarayan) નિમિત્તે શ્વાન માટે આ શીરો બનાવવામાં આવ્યો હતો. પરંતુ શીરો એવો બન્યો કે તે હાસ્યનુ કેન્દ્ર બની ગયુ. લોખંડી શીરાને તોડવાનો વીડિયો (viral video) જોઈ લોકોમા હાસ્યનું મોજું ફરી વળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો વિશે તપાસતા સામે આવ્યુ કે, આ વીડિયો પાટણ (Patan) ના સરસ્વતી તાલુકાના બેપાદર ગામનો છે. ગામના મંદિર પાસે ઉત્તરાયણના દિવસે શીરો બનાવવામાં આવ્યો હતો. લોકભાગીદારીથી શીરો બનાવવામાં આવ્યો હતો. જોકે, શીરો બનાવતા એવી ભૂલ થઈ ગઈ હતી કે, તે લોખંડ જેવો કડક બની ગયો હતો. આવો શીરો જોતા જ ગામલોકો હસી પડ્યા હતા. જોકે, શ્વાનને આ પ્રકારનો શીરો ખવડાવી ન શકાય, તેથી બીજીવાર શીરો બનાવવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો : આણંદના સુખી સંપન્ન પરિવારના વહુની બાથરૂમમાંથી મળી લાશ, ભાઈએ હત્યાની આશંકા બતાવી


શીરો બનાવવામા ખામી રહી જતા ટાંકણા અને હથોડી વડે શીરાને તોડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, તોડવાની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર રમૂજનુ કેન્દ્ર બન્યો છે. 


ઉલ્લેખનીય છે કે, બેપાદર ગામમા પ્રાણીઓ પ્રત્યે ભારોભાર લાગણી ધરાવે છે. અહી વર્ષોથી પ્રથા રહી છે કે, ઉત્તરાયણના દિવસે ગામના શ્વાનોને શીરો ખવડાવવામાં આવે છે. કબૂતરોને ચણ નાખવામાં આવે છે.