Patan News : હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારનું કચેરીના ત્રીજા માળેથી પડી જતા આકસ્મિત મોત નિપજ્યું છે. નવી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વી.ઓ. પટેલનું મોત નિપજ્યું છે. જોકે, મામલતદારના મોત અંગે રહસ્ય ઘૂંટાતું જતુ રહ્યું છે. હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી કે, આત્મહત્યા છે કે હત્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારીજના મામલતદાર આજે સવારે અચાનક કચેરીના ત્રીજા માળેથી નીચે પટકાયા છે. જે અંગે હત્યા અને આત્મહત્યા બંને થિયરી પર ચર્ચા ઉઠી છે. આ ઘટનાની જાણ થતા જ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આકસ્મિક મોતની ઘટનાને લઇ રાધનપુર ડીવાયએસપી સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસે પંચનામુ કરી મૃતકની લાશને હારીજ સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી હતી. 


ઘરે મહેમાન આવ્યા હોય તેમ આ ગામમાં ખાટલા પર બેસ્યા મુખ્યમંત્રી, ગામના રાજીના રેડ થયા


હાલ હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે મામલતદારના મૃતદેહનુ પીએમ કરવામાં આવ્યું છે. પીએમ બાદ મૃતદેહને બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો છે. હારીજ પોલીસ મથકે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 



પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મામલતદાર દ્વારા આજે 3 વાગે હારીજ મામલતદાર કચેરી ખાતે સ્થાનિક કર્મચારીઓને બોલાવ્યા હતા. પરંતુ તેઓ આકસ્મિક નીચે પડ્યા, તેમણે આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના માં મોત અંગે ઘૂંટાતું રહસ્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.