આંખ ઉઘાડનારો કિસ્સો! યુવતીએ ફોન કરી વેપારી સાથે માણ્યું શરીરસુખ, ફરી ખેતરમાં બોલાવ્યો અને...
પાટણમાં વેપારીઓ તેમજ અન્ય લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખોની માંગણી કરતી ગેંગે ગેંગની મુખ્ય ભૂમિકા ધરાવતી મહિલાનો ઉપયોગ કરીને મહિલાએ અજાણ્યા વેપારી પર ફોન કરીને મીઠી મીઠી વાતો કરીને થોડા દિવસ સુધી ફોન પર સંપર્કમાં રહીને પહેલા પ્રેમ સંબંધ બાંધ્યો..
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાજ્યમાં અનેક લોકો હનીટ્રેપની ઘટનાઓમાં ફસાતા હોય છે, તેમ છતાં લોકો તેમાંથી બોધપાઠ લેતા નથી. હનીટ્રેપ કરતી યુવતીએ પાટણના આધેડને ફોન પર પ્રેમભરી વાતો કરી ફસાવીને બન્નેની સહમતીથી શરીરસુખ માણ્યું હતું. શરીર સુખ માણ્યા બાદ હનીટ્રેપ ગેંગે ફરિયાદી પાસેથી બંદૂકની અણીએ 10 લાખ માંગ્યા હતા. પાટણ પોલીસે હનીટ્રેપ ગેંગના મહિલા સહીત કુલ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા છે.
Adani Group: આખરે અદાણીએ Adani Enterprises નો FPO કેમ પાછો ખેંચ્યો? આ છે અંદરની વાત
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણ શહેરમાં રહેતા આધેડ ઉંમરના વેપારીને અજાણી મહિલા સાથે ફોન પર વાતો કરવાનું ભારે પડ્યું છે. પાટણમાં વેપારીઓ તેમજ અન્ય લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખોની માંગણી કરતી ગેંગે ગેંગની મુખ્ય ભૂમિકા ધરાવતી મહિલાનો ઉપયોગ કરીને મહિલાએ અજાણ્યા વેપારી પર ફોન કરીને મીઠી મીઠી વાતો કરીને થોડા દિવસ સુધી ફોન પર સંપર્કમાં રહીને પહેલા પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ મહિલાએ વેપારીને અજાણી જગ્યા પર એકાંતમાં બોલાવીને શરીર સુખ માણ્યું હતું.
સુરતમાં શ્વાનનો આતંક: બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
હનીટ્રેપ ગેંગનું પહેલું પગથિયું પૂર્ણ થયા બાદ હવે ગેંગના બીજા સાગરીતો અને મહિલાએ સાથે મળીને વેપારીને બીજી વાર પણ શરીર સુખ માણવા બોલાવ્યો અને મહિલાએ એકાંતમાં ખેતરોમાં લઇ જઈને મળવાનું નક્કી કર્યું. ખેતરોમાં વેપારી અને મહિલા સાથે હતા ત્યારે હનીટ્રેપના અન્ય સાગરીતો સાથે મળીને વેપારીને બંદૂકની અણી પર રૂપિયાની માંગણી કરી અને જો રૂપિયા નહીં મળે તો બદનામની કરવાની ધમકી આપીને વહેપારી પાસેથી રોકડ એક લાખ રૂપિયા પડાવ્યા અને વધુ રૂપિયા 10 લાખની માંગણી કરી.
સરકાર તરફથી મફત રાશન લેનારાઓને લાગી લોટરી, નવો આદેશ સાંભળીને કાર્ડ ધારકો ખુશ
જોકે વેપારીને હનીટ્રેપમાં ફસાયાની શંકા જતા સમગ્ર વિગત પોલીસ સમક્ષ રજૂ કરી અને પોલીસે હનીટ્રેપના ગુનાની મહિલા સહિતની કુલ 5 આરોપીઓની ગેંગને પકડીને તેમજ ગુનાના કામમાં વાપરવામાં આવેલ ગાડી તેમજ રોડ રકમ 36 હજાર કબ્જે કર્યા તો સાથે ગાડી અને મોબાઈલ મળી કુલ મુદ્દા માલ ચાર લાખ એક્સઠ હજાર કબ્જે કર્યા છે. પાટણના વેપારી પર બનેલા હનીટ્રેપના ગુનામાં પકડાયેલ આરોપી સંજય ઠાકોર, મંગાજી ઠાકોર, અનિલ પરમાર, હિંમત રાજપૂત, પૂજા જોષી તેમજ ગેંગમાં સામેલ અન્ય 2 આરોપીઓ નવઘણજી ઠાકોર, વામનજી ઠાકોર જે ફરાર હોઈ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યા છે.
Husband-Wife Fight: પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શા માટે મહત્વપૂર્ણ છે? જાણો 4 મોટા કારણો
મહત્વનું છે કે, હવે નવી રચેલી હનીટ્રેપની ગેંગ દ્વારા ફરિયાદી વેપારી સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપના ગુનામાં ફસાવ્યા છે કે નહીં સાથે ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્રોગાતિમાન કર્યા છે.