પાટણ : જિલ્લાના હારીજ શહેરમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજના યુવકો પર છરીથી હુમલો થયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર APMC પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ બંન્ને યુવકો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના પગલે લોકોમાં નાસભાગ માચી હતી. જોત જોતામાં બાબુ દેસાઇ નામનાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હારિજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજનાં બે યુવકો પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. 


જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. છરીના ઘા ઝીંક્યા બાદ આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ રિફર કરાયો હતો. હુમલાખોરોની ભાળ મેળવવાની શરૂઆત કરી છે. આ મુદ્દે પ્રાથમિક રીતે એક જ જ્ઞાતિના યુવકો વચ્ચે અંગત અદાવતમાં હુમલો હોવાની પોલીસને આશંકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube