Patan Earthquake : શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દૂર નોંધાયું હતું. શુક્રવારે રાતે 10 કલાક અને 15 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અંદાજે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરા ધ્રૂજી હતી. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું છે. સેવાળા ગામની સીમ આવેલમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. 


  • શુક્રવારે રાતે ક્યાં ક્યાં આવ્યો હતો આંચકો

  • પાટણ, પાલનપુર, અંબાજીમાં ભૂકંપનો આંચકો 

  • વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપ

  • મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો 

  • અમદાવાદના નવા વાડજ અને નરોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા

  • સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પણ આચંકો અનુભવાયો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધા ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા 
મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વાયુવેગે વાત પ્રસરી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના 10.20 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનનું અનુભવાયું હતું. આ  ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. 


કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા