ઠાકોર સમાજે કરી ટિકિટની માંગ, કહ્યું-જોધાજી ઠાકોરને આપેલું વચન પાળે ભાજપ
Gujarat Elections : પાટણ ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલનનાં નેજા હેઠળ મેલડીમાતા મંદિરમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જે વાગદોડના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય જોધાજી ઠાકોરનાં સમર્થનમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં 90 ગામોનાં ઠાકોર સમાજનાં આગેવાનોએ હાજરી આપી
પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું. પાટણ ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલનનાં નેજા હેઠળ મેલડી માતાના મંદિરે શક્તિ પ્રદર્શન યોજાયુ હતું. વાગદોડના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય જોધાજી ઠાકોરનાં સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયુ હતું. જેમાં 90 ગામોનાં ઠાકોર સમાજનાં આગેવાનો સામેલ થયા હતા. સંત દોલત રામબાપુ દાસબાપુ પણ હાજર રહ્યાં હતા. ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલન ભાજપ માટે મુસીબત બની શકે છે. કારણ કે, ભાજપ દ્વારા જે વચન વાગડોદના પૂર્વ ધારાસભ્ય સ્વ. જોધાજી ઠાકોરને આપ્યું હતું તે પૂર્ણ કરવાનો સમય આવી ગયો અને આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીમાં પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજના કોઈ પણ સક્ષમ વ્યક્તિને દાવેદાર તરીકે પસંદ કરી વચન પૂર્ણ કરે તેવો એકસૂર ક્ષત્રિય ઠાકોર સંમેલનમાં ઉભો થયો હતો.
પાટણ ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલનનાં નેજા હેઠળ મેલડીમાતા મંદિરમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જે વાગદોડના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય જોધાજી ઠાકોરનાં સમર્થનમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં 90 ગામોનાં ઠાકોર સમાજનાં આગેવાનોએ હાજરી આપી હતી. સંત દોલત રામબાપુ, દાસબાપુ પણ સંમેલનમાં હાજર રહ્યા હતા. વર્ષ 2019 માં કોંગ્રેસના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય જોધાજી ઠાકોર ભાજપમાં જોડાયા હતા. તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જોધાજી ઠાકોર ભાજપમાં જોડાયા હતા. તે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ વિધાનસભાની ટિકિટની આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : ચાર વિદેશી નાગરિકોએ અમદાવાદ મેટ્રોમાં કરી તોડફોડ, કોચ પર લખાણ લખ્યાં, આખરે પકડાયા
આજના સંમેલનમાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ એક થઈને કહ્યું હતું કે, જો તેમના સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે તો સમાજ જે નક્કી કરે તે મુજબ રણનીતિ નક્કી કરવાનું આહવાન કરાયું છે. ત્યારે આ પ્રકારની માંગને લઇ ભાજપ પક્ષમાં મુસીબત પણ ઉભી થઇ શકે છે.
પૂર્વ ધારાસભ્ય સ્વ જોધાજી ઠાકોરના પૌત્ર ભાવસિંગજી ઠાકોરે કહ્યું કે, જો ટિકિટ આપવામાં નહીં આવેતો ભાજપને ભોગવવાનો વારો આવી શકે છે. જો ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં સમાજ જે કહેશે તે કરીશું. ઉલ્લેખનીય છે કે, સ્વર્ગસ્થ જોધાજી ઠાકોરના પૌત્ર ભાવસંગજી ઠાકોરે પાટણ બેઠક પર ટિકિટની માંગણી કરી છે.