પ્રેમલ ત્રિવેદી/પાટણ :અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે. અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનો સેનાએ આક્ષેપ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલ 100 રૂપિયાનો આજ દિન સુધી હિસાબ અપાયો નથી. ત્યારે લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે. આમ, પાટણમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ઠાકોર સેનાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ચાણસ્મામાં ઠાકોર એકતા સમિતિએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો અને અલ્પેશ ઠાકોરે સમાજમાં ભાગલા પાડ્યાનો આક્ષેપ કર્યો છે.


કોંગ્રેસ છીનવી લેશે અલ્પેશનું ધારાસભ્ય પદ
અલ્પેશ ઠાકોરનું MLA પદ છીનવવા 7 જેટલા વકીલોની ટીમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. તો અલ્પેશનું MLA પદ છીનવવા કોંગ્રેસ સોમવારે કાર્યવાહી હાથ ધરશે.