પાટણ: પાટણના સિદ્ધપુરના કલાણા અને દશાવડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બુટલેગરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માતમાં બુટલેગરની કાર પલટી ગઇ હતી. જેથી કારમાં રહેલી બિયર રસ્તા પર ફેલાઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્માત થતા મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત બાદ બુટલેગર ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દારૂની કાર સાથે થયેલા અકસ્માતથી રોડ પર દરૂ અને બિયરની રેલમછેલ જોવા મળી હતી.


વધુમાં વાંચો...પતિ-પત્નીના ઝઘડાનો ભોગ બન્યું 2 વર્ષનું બાળક, કુહાડી વાગતા આવ્યા 15 ટાંકા


પાટણના સિદ્ધપુર પાસે કલાણા અને દશવાડા રોડ પર થયેલા અકસ્માત બાદ મોટી સંખ્યમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યાકે અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવકોના મોત થતા 108 મારફતે પીએમ કરવા માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને બુટલેગરને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે.