આ જગ્યાએ જતા હોય તો સાવધાન! ગુજરાતનું આ સરોવર બની રહ્યું છે સુસાઇડ પોઇન્ટ! દર વર્ષે અસંખ્ય લોકો કરે છે આત્મહત્યા
પાટણ ખાન સરોવરની ઉંડાઇ ઘણી વધુ છે, જેને લઇ જે વ્યક્તિ સુસાઇડ કરે છે તેની લાશ ઘણો સમય પાણીની અંદર જ રહે છે અને આજ ખાન સરોવરનું પાણી શહેરીજનોને પીવા માટે પાલિકા આપે છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેરમાં આવેલ સિદ્ધિ સરોવર છેલ્લા ઘણા સમયથી સુસાઇડ પોઇન્ટ બનવા પામ્યું છે. અવાર નવાર લોકો અગમ્યા કારણોસર સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી જીવન ટૂંકાવી રહ્યા છે પણ પાલિકા દ્વારા આ બાબતે કોઈ તકેદારી ના પગલાં ભરવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. પાટણ શહેરમા આવેલ ખાન સરોવર વર્ષે દહાડે અસંખ્ય લોકો અગમ્યા કારણોસર તેમનું અમલ્યા જીવન ટૂંકાવી રહ્યા છે. જેને લઇ હવે આ સરોવર સુસાઇટ પોઇન્ટ બની જવા પામ્યું છે. પરંતુ આ સરોવરની ફરતે ફેન્સીગ તારની વાડ કે દીવાલ બનાવવા માટે પાલિકા ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. જેને લઇ ખાનસરોવર સુસાઇડ પોઇન્ટ બનવા પામ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણ ખાન સરોવરની ઉંડાઇ ઘણી વધુ છે, જેને લઇ જે વ્યક્તિ સુસાઇડ કરે છે તેની લાશ ઘણો સમય પાણીની અંદર જ રહે છે અને આજ ખાન સરોવરનું પાણી શહેરીજનોને પીવા માટે પાલિકા આપે છે. જેને લઇ શહેરીજનો સામે આરોગ્યનો ખતરો પણ ઉભો થવા પામ્યો છે તો પાલિકા દ્વારા જો ખાન સરોવરને ફરતે ફેન્સીગ વાડ બનાવવામાં આવે તો કાંઈક અંશે આત્મહત્યાના બનાવો અટકાવી શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરમાં આવેલ ખાન સરોવરમા આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. તેની પાછળ પાલિકાના સત્તાધીશોની નિશકાળજી જવાબદાર છે તો મોટી વાત તો એ છે કે આજ ખાન સરોવરનું પાણી પાટણ શહેરવસીઓને પીવા માટે આપવામાં આવૅ છે. જેને લઈ લોકોના આરોગ્ય સામે પણ સવાલ ઉભા થવા પામ્યા છે.
ત્યારે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્ર હવે ખાન સરોવરને ફરતે ફેન્સીંગ તારની વાડ ક્યારે બનાવે છે. જેથી આત્મહત્યાના બનાવો નહિવત બને અને સાથે શહેરીજનોને પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube