મુનાવરખાન બેલીમ/સુરેન્દ્રનગર: શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ દંપતીએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા પતિનું મોત નીપજ્યું હતું. પત્નીને બચાવી લેવામાં આવી હતી. ત્યારે આ મામલે વ્યાજખોરોનો ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ થતા ચકચાર મચી જવા પામી છે. લખતર હાઇવે પર આવેલ શ્રી રામકૃપા પેપર મિલના માલિક છબીલભાઈ દેવજીભાઈ પટેલ અને તેમના પત્ની જશુબેન પટેલએ અગમ્ય  કારણોસર દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેની જાણ થતા એમ્બ્યુલન્સ અને પાલિકા ફાયર ફાઈટર ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને પત્ની જશુબેનને બચાવી લીધા હતા જયારે ઉદ્યોગપતિ છબીલભાઈ પટેલનું મૌત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બનાવ થી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને પી.એમની કાર્યવાહી શરૂ કરાવી હતી. તેમજ પોલીસે પણ હોસ્પિટલએ પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. હોસ્પિટલમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, અને વ્યાજખોરોને ઝડપી પાડવા સુત્રોચાર કર્યો હતા અને જ્યા સુધી પોલીસ વ્યાજખોરોને નહિ ઝડપે ત્યા સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. હાલ પણ છેલ્લા 36 કલાકથી લાશ સુરેન્દ્રનગરની સીવીલ હોસ્પિટલમાં છે અને સ્વજનો વ્યાજ ખોરો ઝડપાયા બાદ લાશ સ્વિકારવાની હઠ લઇને બેઠા છે.


વધુ વાંચો...નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં આવ્યું કરોડો રૂપિયાનું દાન, વરસ્યો ભક્તોનો રસ  


તેમજ પોલીસ પરિવારે રાજકીય દબાણ હેઠળ આ લોકો સામે પોલીસ ફરિયાદ નહિ લેતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ 36 કલાક કરતાં વધુ સમયથી લાશ રઝળી રહી છે ને પાટીદાર સમાજ લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ટોળે વળી રહયા છે ને પરિવારજનો જયા સુધી આ લોકોના સામે ફરીયાદ દાખલ કરીને ધરપકડ નહિ થાય ત્યાં સુધી લાશ સ્વિકાર વાધો ઇન્કાર કરી રહયા છે. હાલ મરણ જનારના પુત્ર હીંમાસુ પટેલે સુરેન્દ્રનગરના 15 જેટલા વ્યાજખોરાના નામ આપ્યા હતા અને તેવો ને અને તેના માતા પિતાને માનશીક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ વ્યાજખોરોએ જબરજસ્તીથી 130 કોરા ચેકોમાં સહિ કરાવી લીધી હતી અને બેંકમાં ચેક નાખી બેલ્કમેઇલ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.