દેશની સર્વોચ્ચ કોર્ટે આજ ભાજપના નેતા હાર્દિક પટેલને 2015ના પાટીદાર આંદોલન  [Hardik Bharatbhai Patel vs State of Gujarat] સમયના રમખાણો, હિંસા અને આગજનીના કેસમાં જામીન આપ્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટની એએસ બોપન્ના અને હીમા કોહલીની બેન્ચે આ કેસમાં હાર્દિક પટેલને વચગાળાની રાહત આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પાટીદાર સમુદાયે તે સમયે અનામતની માંગણી ઉઠાવતા પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (તે સમયે કોંગ્રેસના નેતા હતા)ને તે સમયે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 2015ના કેસમાં આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તે અગાઉ મહેસાણાની નીચલી કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા કરી હતી. 


અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં પુરાવાના અભાવે સૂરજ પંચોલી નિર્દોષ છૂટ્યો


રાત્રે એવું તે શું થાય છે કે રડવા લાગે છે કૂતરા? કારણ જાણીને દંગ રહી જશો


તેજ પ્રતાપ યાદવે બાગેશ્વર બાબાને આપ્યું અલ્ટીમેટમ! બિહારમાં દરબાર પર કહી મોટી વાત


ત્યારબાદ હાર્દિક પટેલે પોતાને થયેલી સજાને રદ્દ  કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી કરીને તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડી શકે. જો કે તે વખતે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને ગત વર્ષે એપ્રિલમાં તેમની સજા પર સ્ટે આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube