Hardik Patel Joins BJP: પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે, ત્યારે તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલના ભાજપના જોડાવવા મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જ્યારે આજે ભાજપમાં કેસરિયા કરવાના છે, ત્યારે જ રાજ્યના પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે. સાંભળીને ચોક્યાને.. પરંતુ વાત એકદમ સાચી છે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને low profile રાખવાનો ભાજપનો પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જ હોવા છતાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં હાજર નહીં રહે. મુખ્યમંત્રી હાજર નહીં રહીને તેમને આડકતરી રીતે મોટા રાજકીય સંકેતો આપી દીધા છે.


હાર્દિકના કાર્યક્રમમાં માત્ર સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જ ભાજપમાં જોડાશે. પરંતુ હા... સીઆર પાટિલની સાથે ભાજપના પ્રમુખ નેતાઓની હાજરી કાર્યક્રમમાં રહેશે. 


હાર્દિકના પોસ્ટર
એટલું જ નહીં, પોસ્ટરમાં હાર્દિકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ભાજપાના અધ્યક્ષના ફોટો પણ લગાવવામાં આવ્યો છે. પોસ્ટરનાં મારૂ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાતનું સુત્ર પણ છે.


હાર્દિકનું ટ્વીટ
ભાજપમાં કેસરિયા કરતાં પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube